તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવીમાં ટેબલટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી| ગણદેવીની સર સી.જે. ન્યુ હાઈસ્કૂલ ગણદેવી ખાતે આજથી ખેલમહાકુંભ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટ વિવિધ કેટેગરી માટે ચાર દિવસ ચાલશે. ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ અને પાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરનાર નગરના ખેલાડીઓને સન્માનિત કરાયા હતા. અંડર-14 બોયઝ અને ગર્લ્સની કેટેગરીનું આયોજન થયું હતું, જેમાં અંડર-14 ગર્લ્સમાં સિદ્ધિ બલસારા પ્રથમ અને ખ્વાહિશ પટેલે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બોયઝ વિભાગમાં માનવ પટેલ પ્રથમ અને સત્યમ પાંડે દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...