તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી વિવિધ તહેવારોને લઇ ગણદેવીમાં શાંતિ સમિતિની બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી | ગણદેવી અને અમલસાડ પોલીસ મથક હેઠળ આવતા ગામોમાં ઈદની ઉજવણી કરવા માટે આગવા આયોજનો હાથ ધરવા નગર અગ્રણીઓની અને શાંતિ સમિતિની એક બેઠક પીએસઆઈ વી.બી.આલે ગણદેવી પોલીસ મથક મધ્યસ્થ ખંડમાં બોલાવી હતી. પાલિકા પ્રમુખ આશાબેન ટેલરે ગણદેવી નગરમાં કોમી એખલાસભર્યા માહોલમાં ઈદની ઉજવણી કરાશે અને વ્યવસ્થા ગોઠવવામાં પાલિકા તંત્રનો સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. પાલિકા ઉપપ્રમુખ ગોપાળભાઈ ગોહિલ, રાજુભાઈ ધીવર, મિતેષ પંડ્યા, કાઉન્સિલર મુનાફભાઈ માસ્તર, રસીદ પઠાણ, કલ્પેશ પટેલ વગેરેએ પ્રાસંગિક સૂચનો આપ્યા હતા. ઉજવણી એખલાસભર્યા માહોલમાં કરાશે તેવી ખાતરી સૌએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...