ગણદેવી પ્રમુખપદની દોડમાં અનેક મુરતીયા

નગરપાલિકાના વર્તમાન પ્રમુખની મુદત 30મી સપ્ટેમ્બરે પૂરી થાય છે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandevi - ગણદેવી પ્રમુખપદની દોડમાં અનેક મુરતીયા
ગણદેવી નગરપાલિકાના હાલના પ્રમુખ આશાબેન ટેલર, ઉપપ્રમુખ ગોપાલભાઇ ગોહિલ વગેરેના હોદ્દાની મુદત તા. 30મી સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ રહ્યાનો સત્તાવાર પત્ર ચીફ ઓફિસર જયાબેન મહેતાએ શનિવારે જિલ્લા કલેક્ટરને આપ્યો હતો અને જિલ્લા સત્તાધીશોએ એ માટે જરૂરી પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી હોવાનો ચીફ ઓફિસર જયાબેન મહેતા અને ચીફ એકાઉન્ટન્ટ દિનેશભાઇ રાઠોડે અત્રે વાતચીતમાં જણાવ્યું હતું. આ કાર્યવાહી કેટલી ઝડપથી પ્રક્રિયામાંથી પૂર્ણ થાય છે અને આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી કે વરણી માટેનું જાહેરનામું ક્યારેય બહાર પડે છે તે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રમુખપદ માટેની દોડ ખૂબ જ તીવ્ર બની છે. આ દોડમાં પાલિકાના હાલનાં પ્રમુખ ગોપાલભાઇ ગોહિલ અને કારોબારી સમિતિના અધ્યક્ષ રમણભાઇ ઉર્ફે સોમભાઇ પટેલ વચ્ચે તીવ્ર રસાકસી છે. પાલિકા પ્રમુખપદની બેઠક બક્ષીપંચ માટેની અનામત બેઠક જાહેર થઇ હોવાથી બક્ષીપંચના અન્ય નગરસેવકો કે સેવિકાઓ પણ આમ તો આ રેસમાં છે. જેમાં હાલના બાંધકામ સમિતિના પ્રમુખ મુનાફભાઇ માસ્તર તેમજ પાલિકા મહિલા પૂર્વ પ્રમુખ શોભાબેન મોરે પણ આગળ રહ્યાં છે. હાલમાં ગણદેવી નગરપાલિકામાં 16 સભ્યો ભાજપનાં છે અને 8 સભ્યો કોંગ્રેસના છે. આ તમામ વચ્ચે વિરોધ પક્ષ પણ એની ભૂમિકા ભજવવા તકની રાહ જોઇને તાપીને બેઠો છે.દરમિયાન ગોપાલભાઇ ગોહિલ અને રમણભાઇ પટેલના સમર્થનમાં નગરસેવકોની સહીઓ લેવાનું હાથ ધરાતા મુઝાયેલા નગરસેવકોએ બંનેના સમર્થનમાં સહીઓ કરી આપી હોવાની જાણકારી મળી છે. આ તમામ વચ્ચે ગણદેવી શહેર ભાજપથી માડી જિલ્લા અને પ્રદેશ સુધી રજૂઆતોએ જોર પકડ્યું છે.

X
Gandevi - ગણદેવી પ્રમુખપદની દોડમાં અનેક મુરતીયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App