ગણદેવી ટીચર્સ ક્રેડિટ સોસા.ની સભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીગણદેવી તાલુકા ટીચર્સ કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 66મી વાર્ષિક સભા સોસાયટીના પ્રમુખ રાજેશકુમાર પટેલની અધ્યક્ષતામાં કોળી સમાજની વાડી ગણદેવીમાં યોજાઈ હતી. સભામાં સોસાયટીના મંત્રી અજુવેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરયેલા હિસાબો, હેવાલ, નફાની વહેંચણીને સર્વાનુમતે બહાલ રાખી હતી. સોસાયટીના ઈન્ટર ઓડિટરો દ્વારા હેવાલ પણ વાચવામાં આવ્યો હતો. સોસાયટી હાલ 642ની સભ્ય સંખ્યા ધરાવતી હોવાનું તેમણે જણાવ્યું હતું. ટીચર્સ સોસાયટીના પ્રમુખ જશવંતભાઈ પટેલ, ટીચર્સ સોસાયટી પ્રમુખ ઉપરાંત નારણભાઈ, મનુભાઈ, દશરથભાઈ, અલ્પેશભાઈ, ધીરજલાલ પટેલ વગેરેએ પ્રાસંગિક વાતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...