સાલેજ નજીકથી કારમાંથી એક લાખથી વધુનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીમાંસાલેજ ગામની હદમાથી પસાર થતી કારનો પીછો કરી પોલીસે રૂ. 1,10,400ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે કારચાલક પોલીસને પીછો કરતા જોઈ કાર માયાતલાવડી નજીક મુકી ફરાર થઈ થયા હતા.

ગણદેવી પોલીસ સ્ટેશનના પોસઈ વી.બી.આલને બાતમી મળી હતી કે કાર (નં. જીજે-15-ડીડી-2744)માં પરપ્રાંત બનાવટનો વ્હિસ્કી તથા બિયરનો જથ્થો ભરી ગણદેવી નવસારી તરફ જનાર છે. બાતમીના આધારે સાલેજ ગામે વળાંકમાં પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક સફેદ કલરની ઝેન ગાડી (નં. જીજે-21-એમ-6793) પાસ થતા શંકાસ્પદ જણાઈ હતી. તે બાતમીવાળી ગાડીનું પાયલોટ કરતી હતી. તેની પાછળ સફેદ કલરની ઓપેલ એસ્ટ્રા કાર (નં. જીજે-15-ડીડી-2744) આવતા તેને હાથના ઈશારે તથા બેટરીના પ્રકાશ વડે ઉભી રાખવા જણાવ્યુ હતું પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી હતી. જેથી તેનો પીછો કરતા બંને ગાડીઓ સાલેજ માયાતલાવડી હળપતિવાસમાં મુકી નાસી ગયા હતા. ગાડીમાં તપાસ કરતા પરપ્રાંત બનાવટની 33 પુઠાના બોક્સમાં કુલ 1272 નગ દારૂની બાટલીઓ કિંમત રૂ. 1,10,400 તથા કારની કિંમત રૂ. 2 લાખ તથા ઝેન કારની કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 4,10,400નો મુદ્દામાલ મુકી ભાગી છૂટયા હતા.

પોલીસની નાકાબંધી જોઇ ચાલક કારમાં દારૂ મૂકી ભાગી ગયાે

અન્ય સમાચારો પણ છે...