ગણદેવી દમણિયા હોસ્પિટલમાં પેરા મેડિકલ સંકુલનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી | ગણદેવીની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દમણિયા ટ્રસ્ટ દ્વારા બીજા ત્રિમાળીય પેરા મેડિકલ સંકુલનો લોકાર્પણ સમારોહ 21મીને રવિવારે બપોરે 3 કલાકે સ્વામી વિવેકાનંદ હોલમાં યોજવામાં આવ્યો હોવાનું ચેરમેન અરવિંદભાઈ કાપડિયા અને સેક્રેટરી રમેશભાઈ વૈદે જણાવ્યું હતું. સાંસદ સી.આર. પાટીલ અને ધારાસભ્ય નરેશભાઈ પટેલ મુખ્ય મહેમાનપદે યોજાશે. ગૌરીબેન કાપડિયા અને મંજુલાબેન કાપડિયાના હસ્તે નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાશે. નવા ભવનમાં ફિઝીયોથેરાપી, ડાયાલિસિસ વિભાગ, દર્દીઓ માટે 6 અદ્યતન રૂમ અને ત્રીજા માળે પેરા મેડિકલ એકેડેમી કાર્યરત કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...