• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • અમલસાડ | કાંઠાવિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.એન.નાયક અને ભારત દર્શન

અમલસાડ | કાંઠાવિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.એન.નાયક અને ભારત દર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડ | કાંઠાવિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.એન.નાયક અને ભારત દર્શન હાઇસ્કુલ સરીખુરદમાં તા.21 જૂને નાં બુધવારે સવારે 6.30 કલાકે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી માટે આયોજન મુજબ ધો.9થી ધો.12નાં તમામ વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષક ભાઇ બહેનો તથા મંડળના પ્રમુખ ભીખુભાઇ તથા ટ્રસ્ટી લક્ષ્મણભાઇ, માધુભાઇ તથા ગણદેવી તાલુકાના નાયબ મામલતદાર જગદીશભાઇ તથા આરોગ્ય વિભાગની ટીમ, ગ્રામજનોએ શાળાના પટાંગણમાં પોતાનું સ્થાન લઇ લીધુ હતું. શાળાના શિક્ષક દિપકભાઇ એન.પટેલે યોગનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના શિક્ષક ડી.બી.પટેલે યોગ વિશેનો સંકલ્પ લેવડાવ્યો હતો.દરેકે યોગ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

સરીખુરદ હાઇસ્કુલમાં યોગનો કાર્યક્રમ યોજાઇ ગયો