• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • ભાસ્કર િવશેષ | માર્ગને લગોલગ ખુલ્લી ગટરોથી અકસ્માતનો ભય, ચોમાસા દરમિયાન વધુ મુશ્કેલી

ભાસ્કર િવશેષ | માર્ગને લગોલગ ખુલ્લી ગટરોથી અકસ્માતનો ભય, ચોમાસા દરમિયાન વધુ મુશ્કેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનેઅડીને આવેલા જમાલપોરમાં મુખ્ય રોડને લગોલગ ગટરો ખુલ્લી થઈ જતા ભયજનક બની છે.

નવસારી પંથકમાં સૌથી પોશ વિસ્તાર તરીકે જમાલપોર ગામની ગણના થાય છે. અહીં ખુબ સારી રહેણાંક વસાહતો આવેલી છે. જમાલપોરથી નવસારી-ગણદેવી માર્ગ પસાર થાય છે. માર્ગને લગોલગ વરસાદી ગટર પણ છે. આમ તો ગટર મહદઅંશે બંધ હતી પરંતુ હાલ ગટરો ખુલ્લી જોવા મળી છે. ગટરો માર્ગની લગોલગ હોય અને ખુલ્લી થઈ જતા ભયજનક બની છે. સાથે વધુ વરલાદ હોય તેવા સમયે પાણી ભરાતા અકસ્માતની સંભાવના વધી જાય છે. માર્ગ ઉપરથી આખો દિવસ નાના મોટા વાહનોની અવિરત અવરજવર જારી રહે છે. માર્ગથી અવરજવર કરતા વાહનો ખુલ્લી ગટરમાં પડી જવાની દહેશત ઉભી થઈ છે. પશુઓ પણ પડી જવાની દહેશત છે.

અંગે જમાલપોર ગ્રામપંચાયતના સરપંચ સાજન ભરવાડે જણાવ્યું કે ગટર જામ થઈ ગઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે ગટરને સાફ કરવા ખુલ્લી કરાઈ છે. અમારુ પાકી ગટર બનાવવાનું પણ આયોજન છે.

જમાલપોરમાં માર્ગને લગોલગ ખુલ્લી દેખાતી ભયજનક ગટર.

જમાલપોરમાં ખુલ્લી ગટરો ભયજનક