• Gujarati News
  • ગણદેવીની ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

ગણદેવીની ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીહાઈસ્કૂલમાં ધો. 12મા વિજ્ઞાનપ્રવાહની વિદ્યાર્થિની ઘાંચીવાડ મસ્જિદ સામે રહેતી હતી તેણે ગુરૂવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં પોતાની ઘરે ઓઢણીથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા હાઈસ્કૂલ વર્તુળ સહિત નગરમાં સોપો પડી ગયો હતો.

ગણદેવી ઘાંચીવાડમાં રહેતી 17 વર્ષની ચાંદની હિતેશભાઈ રાણાએ ઓઢણીથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ખબર પવનવેગે ફેલાઈ ગઈ હતી. ચાંદની ભણવામાં હોંશિયાર હોવાનું વિદ્યાર્થી વર્તુળોએ જણાવ્યું હતું. ગણદેવી હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં ધો. 12ની આશાસ્પદ વિદ્યાર્થિની હોવાનું શિક્ષક વતુળોએ જણાવ્યું હતું. કોઈ અગમ્ય કારણસર ઘટના ઘટી હોવાનું ગણદેવી પોલીસે જણાવ્યું હતું. ગણદેવી પોલીસને ઘટનાની જાણ ઉગમણ સ્ટ્રીટમાં રહેતા હરીશભાઈ રાણાએ કરી હતી. વધુ તપાસ હે.કો. મોતીરામ હિંમતરાય કરી રહ્યા છે. નગરમાં મૃત્યુ અંગે ચર્ચા જાગી હોવા છતાં કારણ જાણી શકાયું નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે.