ગણદેવી |અંચેલીથી નવસારી જતી ટ્રેનમાં મોહનપુર અને અંચેલી રેલવેફાટક વચ્ચે
ગણદેવી |અંચેલીથી નવસારી જતી ટ્રેનમાં મોહનપુર અને અંચેલી રેલવેફાટક વચ્ચે રેલવે ટ્રેક પર થાંભલા નં. 225-26 પાસે કોઈ 25થી 30 વર્ષના અજાણ્યા યુવાનની નવસારી તરફ જતી ટ્રેનમાંથી નીચે પડી જતા માથા તેમજ મોઢા, હાથપગમાં ઈજા થતા સ્થળ પર મોત નીપજ્યું હોવાનું ગણદેવી પોલીસે જણાવ્યું હતું. 23મી જૂનને શુક્રવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. બનાવની તપાસ અમલસાડ ઓપીના એએસઆઈ કિશોરભાઈ બાબુબાઈ કરી રહ્યા છે. અજાણ્યા પુરુષનું નામ સરનામુ જાણવા મળ્યું નથી.
અંચેલી અને મોહનપુર ફાટક વચ્ચે યુવાનની લાશ મળી