નવસારી જિલ્લામાં વરસાદી હેલી, વાંસદામાં સાડાચાર ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં ગત સાંજથી આજે શનિવારે સાંજ સુધીના 24 કલાકમાં સૌથી વધુ વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ ઝીંકાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ખેરગામ તાલુકામાં રહ્યો છે. નવસારીમાં 15 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

શુક્રવારે સાંજના 6 કલાકથી આજે શનિવારે 6 કલાક દરમિયાન 24 કલકમાં જિલ્લામાં વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં તાલુકાવાર વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત નવસારીમાં 15 મિ.મિ., જલાલપોરમાં 11 મિ.મિ., ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ, અને ખેરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

શુક્રવાર સાંજે 6થી સાંજે શનિવારની સવાર 6 સુધીમાં ગણદેવીમાં અઢી ઈંચ, ચીખલીમાં અઢી ઈંચ, વાંસદામાં એક ઈંચ, જલાલપોરમાં 4 મિ.મિ., નવસારીમાં 8 મિ.મિ. અને ખેરગામમાં 3 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

શનિવારનો વરસાદ

નવસારી7 મિ.મિ.

જલાલપોર 7 મિ.મિ.

ગણદેવી 32 મિ.મિ.

ચીખલી 44 મિ.મિ.

વાંસદા 87 મિ.મિ.

ખેરગામ 83 મિ.મિ.

ખેરગામ તાલુકામાં પણ 83 મિ.મિ. વરસાદ પડ્યો

અન્ય સમાચારો પણ છે...