તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ બંધ, આંતકવાદ સામે આક્રોશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથનાદર્શન કરાવી 54 યાત્રાળુઓને લઇને પરત થઇ રહેલી વલસાડની ઓમ ટ્રાવેલ્સની લકઝરી બસ પર 10 જુલાઇની રાત્રે 8.20 વાગ્યે થયેલા આતંકી હુમલામાં વલસાડ,ગણદેવી,ઉદવાડા,કુન્તા અને દહાણુના કુલ 7 યાત્રાળુઓના મોત થયા હતા. વલસાડના લક્ષ્મીબેન પટેલ પણ હુમલામાં મોતને ભેટતા શહેરમાં આતંકવાદીઓ સામે ભારે આક્રોશ ફેલાતા બુધવારે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે સવારમાં આશરે 60% દુકાનદારોએ સ્વયંભુ બંધ પાડ્યું હતું. અને બાકી બચેલી 40% દુકાનો બંધ કરાવવા માટે હિંદુ સંગઠનોના યુવાનો નીકળ્યા હતા. જેમણે તમામ દુકાનો બંધ કરાવી હતી.

વલસાડથી અમરનાથના દર્શન કરવા માટે ગયેલા 7 યાત્રાળુઓની મોતના પગલે મુસ્લિમ સમાજમાં પણ આતંકવાદના રાક્ષસને મિટાવી દેવા માગ ઉઠી હતી.સમાજના આગેવાનો ઝાહિદ દરિયાઇ,ધર્મગુરૂ મૌલાના અબ્દુલ અઝીઝ,ધારાશાસ્ત્રી ઐયાઝ શેખ, કોર્પોરેટર ઝાકીર પઠાણ સહિત શહેરના તમામ અગ્રણીઓએ મસ્જિદે ફાતિમા ખાતે બેઠક કરી આતંકવાદ સામે વિરોધ દર્શાવ્યો હતો. એસટી ડેપો નજીક મસ્જિદ પાસે મુસ્લિમો વિશાળ સંખ્યામાં બેનરો સાથે રેલીમાં જોડાયા હતા. મુસ્લિમ સમાજે સમગ્ર મુસ્લિમ સમાજ ભારતના નાગરિકો સાથે રહીને દેશના દુશ્મનો સામે તાકાતથી લડશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

મુસ્લિમ સમાજની રેલી

સ્ટેડિયમ રોડ પર બંધ કરાવવા મુદ્દે રકઝક

વલસાડસ્ટેડીયમ રોડ સ્થિત ડીલક્સ બુક સ્ટોરના માલિકો દ્વારા સવાર્માજ દુકાન શરુ કરી દીધી હતી. જેને બંધ કરાવવા માટે પહોચેલા હિંદુ સંગઠનોને દુકાનદારે દુકાન બંધ કરવા માટે ઘસીને નાં કહી દેતા મામલો બીચકયો હતો. અને થોડીવાર સંગઠનો દ્વારા સમજાવ્યા બાદ દુકાનદારે દુકાન બંધ કરી હતી.

શહેરની 40% દુકાનો બંધ કરાવવા માટે હિંદુ સંગઠનોના યુવાનો નીકળ્યા

અન્ય સમાચારો પણ છે...