તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણદેવી તાલુકામાં 5 મિ.મી. વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારેથીઅતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણદેવી તાલુકામાં બુધવારે સવારે 6થી સાંજે 6 સુધી માત્ર 5 મિ.મિ. વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 351 મિ.મિ. એટલે કે અંદાજિત સવા 14 ઈંચ નોંધાયો છે.

હવામાન ખાતાની આગાહી વચ્ચે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગણદેવી તાલુકામાં બુધવારે સવારે 6થી સાંજે 6 સુધી માત્ર 5 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જોકે બુધવારે બીલીમોરા પંથકમાં વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા વરસાદ ખેંચાઈ ગયો હતો. વરસાદની આવશ્યકતા વચ્ચે માત્ર ઝાપટા પડી રહ્યા છે. ડાંગરની રોપણી માટે આટલો વરસાદ અપૂરતો છે. નદી, કૂવા, બોર, તળાવોમાં પણ વરસાદના પાણીની આવક નહીંવત છે.

વહીવટીતંત્ર દ્વારા આગામી 13થી 15મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની કરાયેલી આગાહી સાચી પડે એવું બધા ઈચ્છી રહ્યા છે. ખેડૂતો પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. તાલુકા મથકે બનાવાયેલા ફલડ કંટ્રોલ રૂમ પણ આગાહી પ્રમાણે જો મુશળધાર વરસદ પડે તો તમામ રીતે પહોંચી વળતા સજ્જ હોવાનું જાણવા મળે છે ત્યારે હવે ગણદેવી તાલુકામાં અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 351 મિ.મિ. એટલે સવા 14 ઈંચ જેટલો પડ્યો છે, એમાં વધારો થાય એવી તાલુકાની પ્રજા ચાતક નજરે રાહ જોઈ રહીછે.

મોસમનો કુલ વરસાદ 351 મિ.મી. નોંધાયો

અન્ય સમાચારો પણ છે...