તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરૂ નજીકથી બાઇક ચોરીનો આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીએલસીબીએ એરૂ ચારરસ્તા નજીકથી એક યુવાનની ધરપકડ કરી બે બાઇક ચોરી તથા એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

એલસીબી સ્ટાફ નવસારી ટાઉન રૂરલ તથા જલાલપોર પો.સ્ટે વિસ્તારમાં મિલ્કત સંબધી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેકો.નિલેશ અશોકભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ચોરીની હીરો હોન્ડા સીડી ડીલક્ષ મો.સા.રજીસ્ટ્રેશન નં. જીજે. 21. એસ. 9550ની લઇ એરૂ ચાર રસ્તા થઇ અમલસાડ તરફ જનાર છે. જે મળેલ બાતમી હકીકત આધારે એરૂ ચાર રસ્તા વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમી હકીકતમાં જણાવેલ ઇસમ ચોરીની હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ રજી.નં.જીજે.21.એસ.9550 ને લઇ આવ્યો હતો. તેને ત્યાં રોકી નામની ખાતરી કરતા તેણે પોતાનું નામ સાગર ઉર્ફે સાગુ રતીલાલ નાયકા (ઉ.વ.21) રહે.504 શિવાની એપાર્ટમેન્ટ ઘેલખડી નવસારી મુળ રહે.બીલીમોરા નવાપુરા જુના પોલીસ સ્ટેશન પાછળ તા.ગણદેવી જી.નવસારીનો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેની મોટર સાયકલના દસ્તાવેજી કાગળો કે અન્ય બીજા કોઇ પુરાવા હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેની પુછપરછ કરતા મો.સા.મહિના પહેલા અમલસાડ પટેલ ફળિયામાંથી ચોરી કરેલાનું જણાવ્યું હતુ.જેથી મોટર સાયકલ નં. જીજે. 21. એસ.9550 કિંમત રૂ.16,000/- કબજે કરી આરોપીની અટક કરી હતી.

તેની વધુ પુછપરછ કરતા શખ્શે આજથી ત્રણેક વર્ષ પહેલા તેના મિત્ર સતીષ નાયકા રહે.અંચેલીનાઓ સાથે રાત્રીના સમયે અંચેલી લક્ષ્મી નારાયણ મંદિર સામેથી એક બંધ કેબીનવાળી દુકાનમાંથી રોકડા રૂ.15,000/- તથા મોબાઇલ રીચાર્જ કુપનની ચોરી કરેલી હોવાનું જણાવ્યું હતું. બીલીમોરા નવાપુરા જુના પોલીસ સ્ટેશન પાછળથી મો.સાની ચોરી કરેલ અને ચોરીની મો.સા બીલીમોરા બીલીનાકા ખાતે સાગરદર્શન એપાર્ટમેન્ટની સામે આવેલ પાર્કિગવાળી જગ્યામાં મુકી દીધેલ જે ચોરીની મો.સાની તપાસ કરા એપાર્ટમેન્ટના સામે પાર્કિગમાંથી મો.સા રજી.નં. જીજે.21.એકે.0074ની મળી આવતા મો.સાની આશરે કિંમત રૂ.25,000/- ગણી કબજે કર્યુ હતુ.

એરૂ ચારરસ્તા નજીકથી ચોરીની બાઈક સાથે ઝડપાયેલો આરોપી.

આરોપી પકડાતા બે બાઇક ચોરી તથા એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...