• Gujarati News
  • 24 કલાકમાં નવસારીમાં 14, વાંસદામાં 28 મિ.મી. વરસાદ

24 કલાકમાં નવસારીમાં 14, વાંસદામાં 28 મિ.મી. વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીસહિત સમગ્ર જિલ્લામાં આજે સોમવારે દિવસ દરમિયાન વરસાદ વરસતો રહ્યો હતો.
ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન નવસારી જિલ્લામાં સાધારણ વરસાદ પડ્યો હતો. ગત રવિવારની રાત્રિએ સાધારણ ઝાપટાં પડ્યા હતા. જોકે આજે સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ બનવા સાથે નવસારીમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. આખો દિવસ સમયાંતરે ધીમી ગતિએ વરસાદ પડતો રહ્યો હતો. નવસારી ઉપરાંત નજીકના જલાલપોર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે દિવસે વરસાદ પડ્યો હતો. સોમવારે સાંજે 4 કલાકે પૂરા થતાં 24 કલાકમાં પડેલ વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં 14 મિ.મી., જલાલપોરમાં 13 મિ.મી., ગણદેવીમાં 19 મિ.મી., ચીખલીમાં 16 મિ.મી., ખેરગામમાં 18 મિ.મી. અને વાંસદામાં 28 મિ.મી. વરસાદ નોંધાયો હતો. સાંજે 4 વાગ્યા બાદ પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ધીમી ગતિએ વરસાદ વરસતો રહ્યો હતો.
વરસાદી વાતાવરણને કારણે નવસારી પંથકમાં તાપમાનમાં ઘટાડો અને હવામાં ભેજના પ્રમાણમાં વધારો થયો હતો. સોમવારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97 ટકા અને બપોરે 88 ટકા રહ્યું હતું.
પવન ધીમી-મધ્યમ ગતિનો રહ્યો હતો. સવારથી બપોર સુધીમાં સરેરાશ 7.7 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાએ પવન ફૂંકાયો હતો.
નવસારી સહિત જિલ્લાભરમાં અનંત ચૌદશે વરસાદ