ગણદેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી.ગણદેવી તાલુકાકોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલે તેમના તાલુકા કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ જિલ્લા કક્ષાને મોકલી આપ્યુ છે. બે વર્ષથી ગણદેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે આરૂઢ ધકવાડાના લક્ષ્મણભાઈ ઠાકોરભાઈ પટેલ સંગઠનના માળખામાં યોગ્ય ફેરફારો કરવાની સુગમતા રહે તે હેતુથી તેમણે તાલુકા કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામુ ધરી દીધુ છે. હાલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ભરત સોલંકીની વરણી થઈ હતી. તેમણે રાજીનામુ લેખિતમાં આપી જણાવ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જેની પણ તાલુકા કોંગ્રેસ સમિતના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવશે તેને સહકાર આપશે.

અન્ય સમાચારો પણ છે...