• Gujarati News
  • ગણદેવી રોટરી કલબની ગ્લોબલ ગ્રાંટ મંજૂર કરવામાં આવી

ગણદેવી રોટરી કલબની ગ્લોબલ ગ્રાંટ મંજૂર કરવામાં આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |ગણદેવી તાલુકામાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત રોટરી કલબ ગણદેવીની યશકલગીમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે. ગણદેવી રોટરી કલબ દ્વારા રોટરી ફાઉન્ડેશનમાં મુકવામાં આવેલી ગ્લોબલ ગ્રાંટ પ્રોજેકટને હાલમાં મંજૂરી મળી છે. રોટરી કલબના ગ્રાંટ કો.ઓર્ડિનેટર પરિમલ નાયકે જણાવ્યું હતું કે ગ્રાંટ હેઠળ તાલુકાની અમલસાડ, ગડત, ધમડાછા, અંચેલી, સરીખુરદ, કેસલી હાઈસ્કૂલમાં કુલ 18 જેટલા સ્માર્ટ બોર્ડ બનાવાશે. જેના થકી તાલુકાના 3000થી વધુ ગામમાં વસતા વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ અન્વયે ઈ-લર્નિગની સુવિધા મળશે. પાંચ વર્ષમાં 6000થી પણ વધુ વિદ્યાર્થીને સુવિધાનો લાભ મળશે. ઉપરાંત ગ્રાંટ અંતર્ગત 150 શિક્ષક ભાઈ-બહેનોને સ્માર્ટ બોર્ડ, કમ્પ્યૂટર સ્કૂલ એડમિનિસ્ટ્રેશન, ચાઈલ્ડ સાયકોલોજી, ઈફેકટીવ ટિચિંગ વગેરે વિષયોમાં તાલીમ આપી તેમના માટે કેપેસિટી બિલ્ડિંગનું આયોજન પણ કર્યું છે.