• Gujarati News
  • વલસાડ ગોરગામના યુવાને અંબિકા નદીમાં પડતુ મુકી જીવન ટૂંકાવ્યુ

વલસાડ ગોરગામના યુવાને અંબિકા નદીમાં પડતુ મુકી જીવન ટૂંકાવ્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનાગોરગામના મૂળ વતની અને અત્રે ગણદેવી સુગર ફેકટરી કવાર્ટરમાં રહેતા 48 વર્ષના જીતેન્દ્ર રામુભાઈ લાડે બુધવારે મળસ્કે અત્રે ધમડાછા સ્મશાનભૂમિ ખાતે તેમની બાઈક પર આવી પહેરેલી હેલમેટ બાઈક પર મુકી અંબિકા નદીમાં પડતુ મુકી કોઈ અગમ્ય કારણસર પડતુ મુકતા અત્રે એમના મિત્રવર્તુળમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. તેઓ એગ્રીકલ્ચર વિભાગના કર્મચારી હતા. તેઓ શાંત અને મિલનસાર સ્વભાવના હોવાનું ગણદેવી પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ અને ગણદેવી સુગર ફેકટરીના ઓફિસર રમણભાઈ ઉર્ફે સોમભાઈ પટેલે જણાવ્યું હતું. અંગે ફરિયાદ મૃતકના ભત્રીજા મયુરભાઈ લાડે ગણદેવી પોલીસમાં નોંધાવતા એએસઆઈ સુરેશભાઈ રામદાસ ઘટનાની તપાસ ચલાવી રહ્યા છે. જીવન ટૂંકાવવા પાછળનું કારણ જાણી શકાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓ તેમની પાછળ પત્ની, એક પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતા મુકી ગયા હતા.