• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. ગણદેવી

ભાસ્કર ન્યૂઝ. ગણદેવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગણદેવી

અમલસાડરેલવે સ્ટેશને ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગણી છેલ્લા બે દાયકાથી કરાઈ રહી હોવા છતાં માંગણી સંતોષાતા ફરી એકવાર સમગ્ર વિસ્તારમાં એક અવાજ ઉઠી રહ્યો છે. અવાજનો પડઘો અજરાઈના સામાજિક કાર્યકર પરેશભાઈ નાયકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ધા નાંખી પાડ્યો હતો.

અમલસાડ રેલવે સ્ટેશને ગુજરાત એક્સપ્રેસ ટ્રેન અને વલસાડથી દોડતી ઈન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ આપવા સહિતની વિવિધ માંગણીઓને લઈને બે દાયકાથી અભિયાન ચાલે છે છતાં એક માંગણી સંતોષાય નથી. હવે જ્યારે મામાને ત્યાં જમવાનું અને માં પિરસતી હોય ત્યારે માંગણી સંતોષાય તેવા તમામ સંજોગો વચ્ચે રજૂ થયેલ રેલવે બજેટમાં, સો દિવસના કાર્યકાળમાં પણ નવી રચાયેલ કેન્દ્ર સરકારમાં પણ માંગણી પરત્વે ઉદાસીનતા સેવાઈ રહ્યાનું પ્રતિપાદીત થતા અમલસાડ સ્ટેશનના મુસાફરોમાં ફરી એકવાર હતાશા વ્યાપેલી જોવા મળે છે. ગણદેવી તાલુકાના અજરાઈ ગામના પરેશભાઈ નાયકે મુદ્દે રજૂઆતો કરી છે.

વર્ષ 1996માં રામવિલાસ પાસવાન રેલમંત્રી હતા ત્યારે આજ અભિયાનધારીઓએ સુરતના મહિલા કોર્પોરેટર જનતાદળના પ્રમુખ વિશાખાબેન શરદભાઈ કાંટાવાલા તથા પરેશભાઈ નાયકે દિલ્હી જઈ ખેડૂતોના હિતમાં અમલસાડથી દિલ્હી આઝાદપુર મંડી ચીકુ સ્પેશ્યલ ગુડઝ ટ્રેન માંગી હતી જે પાસવાનજીએ માત્ર 10 દિવસમાં શરૂ કરાવી આપી હતી.

જે 1996થી 2004 સુધી આઠ વર્ષ સુધી ચાલી હતી અને રેલવેને આઠ મહિનાની ચીકુની સિઝનની રૂ. 1 કરોડની આસપાસની માસિક આવક આઠ વર્ષ થઈ હતી, તેમ છતાં અમલસાડ સ્ટેશને પેસેન્જર ટ્રેન સ્ટોપેજને આજદિન સુધી ન્યાય મળ્યો હોવાનું તેમણે અત્રે જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાનને ઉપરોક્ત અન્યાય, વર્ષો જૂની માંગણી પરત્વે ધ્યાન આપી સ્ટોપેજ આપવા વિનંતી કરી હતી. જેનો વડાપ્રધાન કાર્યાલયે પ્રતિસાદ આપ્યો હતો.

બીલીમોરાથી વઘઈવચ્ચે દોડતી સરા લાઈન બિસમાર હાલતમાં છે. લાઈનને બ્રોડગેજમાં ફેરવવામાં આવે અને નાસિક સુધી લંબાવવાની માંગણી અનેકવાર ચૂંટણીનો સ્થાનિક મુદ્દો બનાવાયો હતો. માંગણી ફરી એકવાર બુલંદ બનાવાય છે. સરકાર મુદ્દે સકારાત્મક નિર્ણય લેશે ?

સરા લાઈન લંબાવવા માગ

ખેડૂતોના હિતમાં અમલસાડથી દિલ્હી આઝાદપુર મંડી ચીકુ સ્પેશ્યલ ગુડઝ ટ્રેન 10 દિવસમાં શરૂ થઇ હતી

અમલસાડને ટ્રેનના સ્ટોપેજ આપવા રજૂઆત

માગણી | વલસાડથી દોડતી ઇન્ટરસીટીના સ્ટોપેજ માટે બે દાયકાથી અભિયાન ચાલે છે