તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસાલામાં ભેળસેળથી બચવા બહેનોને તાલીમ આપવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીતાલુકાના પાથરી ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારી દ્વારા ચાર દિવસની ગૃહવિજ્ઞાનની તાલીમનું આયોજન કરાયું હતું.

તાલીમમાં કુલ 35 ઉત્સાહી બહેનોએ ભાગ લીધો હતો. તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાનના વૈજ્ઞાનિક દિપલબેન સોનીએ ભેળસેળથી બચવા મસાલાની ઘરગથ્થુ બનાવટ વિશે માહિતી આપી હતી.જેમાં મરી મસાલામાં થતી ભેળસેળથી અવગત કરી ઘરગથ્થુ ભેળસેળ પારખી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી.ભેળસેળમાં વપરાતા પદાર્થો શરીર માટે નુકશાનકારક છે તેની જાણકારી આપી હતી.જેથી મસાલા ઘરે આખા લાવી તેને ઘરે દળીને ચોખ્ખા મસાલા વાપરવા માટે બહેનોને આગ્રહ કરવામાં આવ્યો હતો.

બાળકોને રમવા માટે આપવામાં આવતા વિવિધ પ્રકારના રમકડામાં રહેલ ઝેરી રસાયણો અને કૃત્રિમ રંગથી થતા કેન્સર અને શ્વાસની તકલીફથી દમ જેવા જીવલેણ રોગ વિશે પણ માહિતી આપી હતી.ચાર દિવસમાં વિવિધ પ્રકારના મસાલા જેવા કે ચાનો મસાલા જેવા કે ચાનો મસાલો,પાઉભાજી મસાલો,પુલાવ મસાલો,સંભાર મસલો,દાળ-શાકનો ગરમ મસાલો,ફ્રૂટ મસાલો,લસણ મસાલો વગેરે પ્રત્યક્ષ બનાવતા બહેનોને શીખાડવામાં આવ્યું હતું.આ તાલીમ દરમિયાન દરેક બહેનોનું પૂર્વ અને પૂર્ણ મૂલ્યાકંન પણ કરવામાં આવ્યું હતું.

પાથરી ગામ ખાતે ગૃહવિજ્ઞાનની મસાલાની ક્ષેત્રિય તાલીમ યોજાઈ હતી.

પાથરી ગામે ગૃહવિજ્ઞાનની મસાલાની તાલીમ યોજાઈ

અન્ય સમાચારો પણ છે...