તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ, એક મહિનામાં છનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંજાહેર માર્ગો, શેરીઓ, ગલીઓ તથા સોસાયટીઓમાં મળીને 5 હજાર જેટલા રખડતા ઢોરને પકડવામાં આવે તો પણ બે ઢોર ડબ્બાની સુવિધા તંત્ર પાસે છે અને તેની કેપેસીટી માત્ર 500ની છે. બાકી વધુ ઢોર પકડાય તો પણ ગામ બહાર છુટા મૂકી દેવા પડે વળી એક ખખડધજ ગાડી ઢોર પકડવાની છે, નગરમાં જાહેર માર્ગો ઉપર શેરીઓ, ગલીઓ, સોસાયટીઓમાં ઠેર-ઠેર ઢોરના જમાવડા જોવા મળે છે. જેના પગલે એક મહિનામાં જામનગરમાં લોકોનાં મોત રખડતા ઢોરના કારણે થયા છે સમસ્યા નિવારવા તંત્ર કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.આ સંજોગોમાં ઢોર ઝડપાય તો રાખવા કયાં, તેવો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે તંત્ર તાકીદની કાર્યવાહી કરવાના બદલે માત્ર દેખાડો કરતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહિ છે, ત્યારે શુ તંત્ર કોઇ નાગરિકનાં મોતની રાહ જોઇને બેઠું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

સઘન ઝુંબેશ ચાલુ છે

^રખડતા ઢોરનો ત્રાસ નિવારવા હાલ અમારી સઘન ઝુંબેશ ચાલુ છે તથા ગાય પકડાય તેને રાજકોટની એક ગૌશાળામાં મોકલવા આયોજન કર્યું છે, ઢોર પકડવા જરૂર મુજબ વધુ સ્ટાફ મૂકીએ છીએ, લાંબા ગાળાના આયોજનમાં એનિમલ હોસ્ટેલ બન્યે સમસ્યા ઘણી હલ થશે હાલ રોજ ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ છે. > સંજયપંડયા, ડીએમસી,જામ્યુકો.

માર્ગો પર રાહદારી, ચાલકો માટે ભયજનક સ્થિતિ ઊભી કરતા આખલાઓ

એક ખખડધજ ગાડી અને 8ના સ્ટાફથી રગડતું ગાડંુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો