• Gujarati News
  • ધરમપુરની શોભા ગણાતો ગૌરવપથનો ફુવારો જર્જરિત

ધરમપુરની શોભા ગણાતો ગૌરવપથનો ફુવારો જર્જરિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરનાગૌરવપથ ઉપર આવેલો પાલિકા નિર્મિત ફુવારો મરામત અને કાળજી વિના મૃતપ્રાય અવસ્થા તરફ ધકેલાય રહ્યો છે. અવસ્થામાં પાલિકાએ સામી દિવાળીએ ફુવારાના સર્કલ, બાંધકામ તથા રંગકામ વિના ફુવારો શરૂ કરવાના પ્રયત્નો આદર્યા છે.

ધરમપુરના ગૌરવપથ ઉપર થોડા વર્ષો પહેલા કવિ વિર નર્મદની પ્રતિમા હટાવી તેના સ્થાને ફુવારો નિર્માણ કરાયો હતો. ફુવારાની ગોળાકાર રેલીંગ હાલે તૂટી ફૂટી જવા પામી છે. રેલીંગ સાથે આઠેક માસ અગાઉ દારૂ ભરેલું વાહન ભટકાતા કેટલાક સળિયાઓ વાંકાવળી ગયા હતા. જે હાલે યથાવત અવસ્થામાં ભાસી રહ્યા છે. સર્કલ જાહેરાત માટેનું સુગમ સ્થાન બની ચુકયું હતું. સર્કલની રેલીંગો ઉપર જાહેરાતોના બોર્ડ લાગતા રહ્યા હતા. સર્કલ પાલિકાના ચીફ ઓફિસરના રહેઠાણની નજીક ઉભેલું હોવા છતાં તેના પ્રત્યે આંખઆડા કાન કરવામાં આવ્યા હતા. હાલે દિવાળી નજીક આવી હોય પાલિકા તંત્ર અચાનક આળસ મરાડી જાગ્યુ હતું. સર્કલની મરામત કે રેલીંગના વળેલા સળિયાઓને રીપેર કરાવી કલરકામ કર્યા બાદ ફુવારો શરૂ કરવાના સ્થાને ફકત ફુવારો ઊડાડવાના પ્રયત્નો આદરવામાં આવ્યા છે. શહેરના ગૌરવપથનું ગૌરવ વધારતાઆ ફુવારો મરામત અને રંગકામ વિના સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ભાસી રહ્યો છે.





ધરમપુરના પ્રવેશદ્વાર પાસે આવેલો વર્ષો પુરાણો ફુવારો છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની ગયો છે. પાલિકા તંત્ર ફુવારાને સુધારવાનું કામ કયારે હાથ ધરશે. તેવું નગરજનો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે.