• Gujarati News
  • બાળકોની પ્રતિભાની ખીલવણી માટ

બાળકોની પ્રતિભાની ખીલવણી માટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોની પ્રતિભાની ખીલવણી માટ

ભાસ્કર ન્યૂઝ. ધરમપુર

ધરમપુરમાંવૉટ્સ એપના માધ્યમથી ઉભા થયેલા સાહિત્ય પ્રભાત નામના ગ્રુપના ઉપક્રમે આયોજિત પીફોરપી (પેરેટીંગ ફોર પીસ) અભિયાન અંતર્ગત સુરજ રેન્જના આઈ.જી હસમુખભાઈ પટેલ (આઈ.પી.એસ) દ્વારા ધરમપુરના શિક્ષકો, વાલીઓ અને સુજ્ઞ નાગરિકોને બાળ ઘડતર થકી વિશ્વ શાંતિની દિશામાં સંબોધન કરીને સૌને એક નવું ગ્રુપ બનાવીને દિશામાં કામ કરી સશક્ત સમાજનું ઘડતર કરવાની હાકલ કરી હતી.

ધરમપુર નગર પાલિકા સંચાલિત શ્રી નારણદેવજી મહારાણા લાઈબ્રેરીના હોલમાં શનિવારે સાંજે યોજાયેલી મિટિંગમાં હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળપણ ખૂબ મહત્વનું છે. બાળપણમાં જુદા જુદા સંસ્કારોનું રોપણ કરી શકાય છે. તે માટે તેમણે ડો. અબ્દુલ કલામની આત્મકથા અગન પંખના ઉદ્દાહરણ રજૂ કરીને ડો.કલામ મિસાઈલ મેન કેવી રીતે બન્યા, તેમનું ભવિષ્ય ધર્મ નિરપેક્ષ કેવી રીતે બન્યું તે જણાવ્યું હતું. વધુમાં તેમણે મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના ઉદ્દાહરણો આપીને તેમની માતાએ કરેલા કઠોર વ્રતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું. કે ગાંધીજી બાળપણમાં વ્રત-ઉપાસના માતા પાસેથી શીખીને જીવનકાળ દરમ્યાન અનેક વ્રત કર્યા અને તેનું પાલન પણ કર્યું. ગાંધીજીના બાળપણમાં રોપાયેલા સંસ્કારો કાયમી બની ગયા હતા. તેથી તેઓ મોહનમાંથી મહાત્મા સુધીની યાત્રા સફળતા પૂર્વક પૂરી કરી મહાત્મા બન્યા હતા.

આપણે ત્યાં બધા પ્રકારની તાલીમની વ્યવસ્થા છે પરંતુ બાળ ઉછેર કેવી રીતે કરવો તેના માટેના તાલીમની વ્યવસ્થા નથી, જે સૌથી મોટી ક્ષતિ છે. વાલીઓ બાળકોનું ભલું ઈચ્છે છે પરંતુ બાળકોનું ભલું કેવી રીતે કરવું જોઈએ તેની ખબર નથી. બાળકોની સમસ્યા ઉકેલવા માટે કાઉન્સીલર માટેની કોઈ સુવિધા નથી પરિણામે બાળકો આત્મહત્યા કરવા પ્રેરાય છે.

બાળકોની પ્રતિભાની ખીલવણી માટે મા-બાપ થવાની તાલીમ આપવી જોઈએ. જો એમ થશે તો બાળકોમાં વિશ્વ શાંતિના બીજનું રોપાયેલા વટ વૃક્ષ બનશે.

અંતે હસમુખભાઈ પટેલ હાકલ કરી હતી કે, બાળકોને પ્રેમ અને આનંદ ભર્યું બાળપણ મળે તેવો પ્રયાસ કરવો જોઈએ. જે બાળકોના સુંદર ભવિષ્ય માટે જરૂરી છે. વાત સૌએ વાલીઓ દ્વારા વધાવી લઈને પીફોરપી અભિયાનને આગળ ધપાવવા ખાતરી આપી છે.

હતી.

બાળપણમાં સંસ્કારોનું િસંચન કરી શકાય

શાંતિની દિશા

સુરત રેન્જના આઈ.જી.હસમુખ પટેલે ધરમપુરમાં પીફોરપી અભિયાન ઉપક્રમે સંબોધન કર્યુ