• Home
  • Daxin Gujarat
  • Vapi
  • Dharampur
  • શ્રી પ્રભાતદેવજી મહારાણાની પૂણ્યસ્મૃતિમાં કવિ સંમેલન

શ્રી પ્રભાતદેવજી મહારાણાની પૂણ્યસ્મૃતિમાં કવિ સંમેલન

પ્રજાવત્સલઅને સંગીત શિરોમણી એવા વિશ્વવિખ્યાત શ્રી પ્રભાતદેવજી મહારાણા (કાકા સાહેબ)ની પૂણ્ય સ્મૃતિમાં આગામી...

DivyaBhaskar News Network | Updated - Oct 28, 2014, 03:40 AM
શ્રી પ્રભાતદેવજી મહારાણાની પૂણ્યસ્મૃતિમાં કવિ સંમેલન
પ્રજાવત્સલઅને સંગીત શિરોમણી એવા વિશ્વવિખ્યાત શ્રી પ્રભાતદેવજી મહારાણા (કાકા સાહેબ)ની પૂણ્ય સ્મૃતિમાં આગામી નવેમ્બરને શનિવારના રોજ કલાકે લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં ગુજરાતના ખ્યાતનામ કવિશ્રીઓના સથવારે કવિ સંમેલનનું આયોજન ધરમપુરમાં પ્રથમવાર થવા જઇ રહ્યું છે.

ધરમપુરના મૂળ એવા સાહિત્ય પત્રકાર અને વિભિન્ન ક્ષેત્રમાં ખૂપેલા એવા દેવેન્દ્રસિંહ પાંજરોલીયા, ફયસલ બકીલી, ભાવેશ રાયચા, ગૌરવદેવ સિસોદિયા, હિમાંશુ આગલાવે, આશિષભાઇ વ્યાસ, સમિપ રાંચ, હરેનભાઇ રાંચ નવયુવાન પાલિકાના ગ્રંથપાલ નિમેશભાઇ ભટ્ટ જેવા યુવાનોએ ભેગા મળી ધરમપુરમાં સાહિત્ય પ્રભાત નામક સંગઠન બનાવ્યું અને નગરના સાહિત્ય વારસાના જાળવણી અને સર્વધનના ભાગરૂપે કવિ સંમેલનનું આયોજન વિચાર્યુ જેના ભાગરૂપે ધરમપુરમાં પ્રથમવાર આગામી ૮મી નવેમ્બરને શનિવારને સાંજે ૭:૦૦ કલાકે નગરના હાર્દસમા લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાટાંગણમાં કવિ સંમેલનનું આયોજન હાથ ધર્યુ. જેમાં ગુજરાતી સાહિત્ય અને ભાષાના સાચા વારસદાર એવા કવિવર નયનભાઇ દેસાઇ, ગૌરાંગ ઠાકર, કરણસિંહ ચૌહાણ, ધ્વનીલ પારેખ, ડો.હરીશ ઠક્કર, હર્ષવી પટેલ તથા ડો. રઇસ મણીયાર ઉપસ્થિત રહી સૌને કવિમય કરી દેશે.આ કાર્યક્રમમાં સાહિત્ય પ્રભાત ધરમપુર તથા નગરપાલિકા ધરમપુર સંચાલિત શ્રીમંત નારાયણદેવજી ગ્રંથપાલના સૌ સભ્યો જોતરાયેલા નજરે જણાયા છે.

ધરમપુરમાં પ્રથમવાર યોજાનારા કવિ સંમેલનને લઇ નગરજનો અને ખાસ કવિ યુવાનોમાં ખાસ ઉત્સાહ જણાઇ રહ્યો છે. નગરની વિવિધ સેવાકીય-ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓ, ડોકટર્સવર્ગ, નગરના પ્રબુદ્ધ નગરજનો, સાહિત્યકારો, કેળવણીકારો ખાસ્સા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. વળી કવિ સંમેલન વંદનીય રાજવી પ્રભાતદેવજી મહારાજા જેને ધરમપુર નહિં પરંતુ સંગીતક્ષેત્રે વિશ્વમાં પોતાનું નામ વિખ્યાત કરી ધરમપુરને ગૌરવ અપાવ્યું હતું.

જેમનું નામ અહીં જોડાતા રાજવી પરિવારના વારસદારો પણ ઉત્સાહિત જણાય રહ્યા છે. વિણાવાદક ગૌરવદેવજી સિસોદિયા પણ વિણાવાદન કરી સંમેલનની શરૂઆત કરશે.

કવિ સંમેલન માટે મળેલી બેઠક.

X
શ્રી પ્રભાતદેવજી મહારાણાની પૂણ્યસ્મૃતિમાં કવિ સંમેલન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App