તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધરમપુરના ગામડાઓમાં હવે વીજ ધાંધિયા, ખેડૂતોમાં રોષ

ધરમપુરના ગામડાઓમાં હવે વીજ ધાંધિયા, ખેડૂતોમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરશહેર વિસ્તારમાં વીજ તંત્ર સામે છાશવારે વીજ ધાંધિયા મામલે લાંબા સમયથી બૂમરાણ ચાલી આવી છે. હવે બૂમરાણ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ઉઠી છે. ખેડૂતોના ડાંગર, શેરડી તથા અન્ય પાકાો વીજ તંત્રા પાયે સૂકાતા જતા ધરતીપુત્રોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે. વીજ તંત્રના અણઘડ વહીવટથી ત્રસ્ત ખેડૂતો આગામી દિવસોમાં આંદોલનના માર્ગે વળવાની વકી વર્તાય રહી છે.

ધરમપુર તાલુકામાં 16 હજાર હેક્ટરમાં ડાંગર તથા આશરે 200 હેકટરમાં શેરડીનો પાક ખેડૂતોએ કર્યો છે. ઉપરાંત માંડવીયા શાકભાજી તથા અન્ય પાકો વાવ્યા હતા. ચાલુ વર્ષે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો હર્ષમાં આવ્યા હતા. બાદ માફકસરનો વરસાદ થતા ખેડૂતોએ વાવેલા પાકો તંદુરસ્ત બનતા ખેતરો હરિયાળીથી લહેરાય ઉઠયા હતા. પરંતુ છેલ્લા આશરે 20 િદવસથી વરસાદે સદંતર વિરામ લેતા ખેડૂતોએ પિયતના પાણી તરફ વળવું પડયું હતું. જયાં ધરતીપુત્રોને વીજ તંત્ર નામક ગ્રહણ નડતા તેમનો મહામૂલો પાક સૂકાઇ રહ્યો છે. જેના પગલે તાલુકાના ધરતીપુત્રોમાં રોષ ભભૂકી ઉઠયો છે. વીજ તંત્ર તરફથી ચોમાસામાં વીજતારને નડતરરૂપ ઝાડની ડાળીઓના કારણે છાશવારે વીજ ડૂલ થતી હોવાનું બહાનું અવારનવાર તેઓને બતાવવામાં આવતું હતું. કરંજવેરી ગામના ખેડૂત ઉત્તમભાઇ ચાવરાના જણાવ્યા મુજબ ખેડૂતોએ મોટાભાગના ગામોમાં દાતરડા, કુહાડી વડે નડતરરૂપ ડાળીઓ જાતે દૂર કરી છે. છતાં 24 કલાકમાં માંડ દોઢેક કલાક વીજ પુરવઠો મળતો હોય છે. તે પણ અનિયમીત રીતે મળી રહ્યો છે. કલાકમં ફકત 10 મીનીટ પૂરતી વીજ મળે છે. ખેડૂતોને એક અઠવાડિયું દિવસના અને એક અઠવાડિયું રાત્રીના 8 કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો આદેશ સરકારે કર્યો છે. પરંતુ તે માત્ર કાગળ ઉપર રહી ગયો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

બામટી ગામના સરપંચ વિજયભાઇ પાનેરીયાએ રોષ સાથે જણાવ્યું કે, ખેડૂતોની સમસ્યાનું સવેળા નિરાકરણ નહીં આવશે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનો નાછૂટકે આશરો લેેવો પડશે.

ખેડૂતોની રજૂઆતને પગલે ધારાસભ્ય ઇશ્વરભાઇ પટેલે અત્રેની વીજ કચેરીએ રાજપુરી, ખટાણા, કરંજવેરી વગેરે ગામના સરપંચો સાથે ધસી ગયા હતા. તેમણે નાયબ કાર્યપાલક ઇજનેર ડી.એસ.પટેલ તથા જે.પી. ઉદવાડીયાને નિયમીત વીજ પુરવઠો પૂરો પાડવા ધારદાર રજૂઆત કરી હતી.