• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Dharampur
  • જિલ્લામાં કોંગ્રેસના જનમિત્ર અને શક્તિ પ્રોજેકટોની કામગીરી નબળી

જિલ્લામાં કોંગ્રેસના જનમિત્ર અને શક્તિ પ્રોજેકટોની કામગીરી નબળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિની યોજાયેલી કારોબારી બેઠકમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને કોંગ્રેસ જનમિત્ર, શક્તિ પ્રોજેક્ટની કામગીરીનેઆગળ ધપાવી સત્વરે પૂર્ણ કરવા અનુરોધ કરાયો હતો. શક્તિ પ્રોજેકટમાં જોડાયેલાઓના ચૂંટણી બેઠકના ડેટાના આધારે લોકસભા, વિધાનસભા સહિત તા.જી.ચૂંટણીના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે એમ જણાવી તાકીદે જનમિત્ર , શક્તિ પ્રોજેક્ટની કામગીરી પુરી કરવા અપીલ કરાઈ હતી.

અત્રેની દસોંદી ફળીયાની સોની સમાજની વાડીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરેશભાઇ એન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તાલુકા કારોબારી બેઠકમાં દક્ષિણ ઝોનના પ્રભારી નીરવ નાયકે રાહુલ ગાંધીના નેતૃત્વની એકબીજાના પૂરક એવા જન મિત્ર અને શક્તિ પ્રોજેકટની વલસાડ જિલ્લાની કામગીરી નબળી હોવાની વાત કરી બનતી ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા અપીલ કરી હતી. બેઠકમાં વલસાડ જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ સહિત તા.કો.પ્ર. સુરેશભાઈ પટેલે જી.તા.ના પ્રમુખના બદલાવનો સંકેત આપી નવા પ્રમુખની સાથે ખભેખભા મિલાવી સહકાર આપવાની ખાતરી આપી હતી. તા.પ.પ્રમુખ રમેશભાઈ પાડવીએ મતભેદ, મનભેદને ભુલાવી કામ કરનારાને મહત્વ મળવું જોઈએ એમ જણાવી કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા ત્રુટીઓ દૂર કરી સંગઠનને મજબૂત બનાવી વલસાડ લોકસભા બેઠક કબ્જે કરવા આહવાન કર્યું હતું. તેમજ લોકોમાં ઉત્સાહ વધારી નબળાઈ દૂર કરવા જાહેર સંમેલનોનું આયોજન કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં વલસાડ જિલ્લા જનમિત્ર કન્વીનર, શહેર કોંગ્રેસ પ્રમુખ અજિત ગરાસિયા, તા.જી. પંચાયત અને પાલિકા સભ્યો, હોદ્દેદારો સરપંચો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...