ધરમપુર પાલિકા દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ નું અભિયાન
ધરમપુર|જિલ્લા કલેકટર સી .આર ખારસાણના માર્ગદર્શન હેઠળ ધરમપુર પાલિકા વિસ્તાર સ્વચ્છ સુંદર , પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ધરમપુર નગરપાલિકા દ્વારા 5 જૂન થી તા.11 જૂન સુધી પાલિકા વિસ્તારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં તમામ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ, શેરી નાટકો, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા વેપારીઓ, લારી ગલ્લાવાળાઓનો સેમિનાર, સ્વછતા માટે રેલી, સભા લીલો કચરો, સૂકો ક્ચરો છૂટો પાડવુ, સફાઈ કર્મચારીઓના સેમિનાર જેવા કાર્યકર્મોનું આયોજન કર્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા પાલિકાના ઇન્ચાર્જ સીઓ વિજય દેસાઇએ સર્વ મંગલ ટ્રસ્ટ,, પ્રમુખ જયદીપસિંહ સોલંકી, ખોબાના સભ્યો અને કર્મચારીઓ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું.