તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરમાં આજે ઈદુલ-અદહાની શાનદાર ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર | ધરમપુરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ-અદહા (બકરી ઈદ) પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. ઈદ પર્વ નિમિતે નવા વસ્ત્રો પરિધાન કરી બાળકો, યુવાનો અને બુઝુર્ગો મસ્જિદો અને ઈબાદતખાનામાં વિશેષ સામૂહિક નમાજ અદા કરી અમન, ભાઇચારા માટે દુઆ કરશે. ત્યાગ અને બલિદાનની ભાવનાને ઉજાગર કરતા ઈદુલ-અદહા પર્વ નિમિતે વરસાદી વાતાવરણને લઈ અત્રેની ઈદગાહના સ્થાને શહેરની જુમા મસ્જિદ, મિનારા મસ્જિદ, અને બે ઇબાદતખાનામાં ઈદની વિશેષ નમાજ સવારે 7:15 અને 7:30 વાગ્યે અદા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...