તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરમાં તગડી ફી વસુલનાર નર્સિંગ કોલેજોને બંધ કરી દેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર મામલતદાર કચેરીમાં મામલતદાર જી.જી.તડવીની અધ્યક્ષતામાં યોજાયેલા તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની 22 અરજીઓ પૈકી તમામનો હકારાત્મક નિકાલ કરાયો હતો.

અમલીકરણ કચેરી મામલતદાર કચેરીના રેશનકાર્ડની નામ દાખલ/કમી, ઉમેરો, સુધારો, નવા રેશનકાર્ડ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/ડોમિસાઈલ પ્રમાણપત્ર સહિતની રજુઆતોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. ધરમપુરના નગારીયાના ધીરજભાઈ રણછોડભાઈ પટેલની ત્રણ અરજીઓ પૈકી ધરમપુર એસટી ડેપોના નવા મકાન બનાવનારા કોન્ટ્રાકટર દ્વારા કથિત રીતે રેતી,કપચી અને ગ્રીટ જેવી વસ્તુઓ ધૂળ વાળી અને હલકી કક્ષાના વાપરવા અંગેની ડેપો મેનેજર બી એસટી ડેપો, ધરમપુરના પત્રથી જણાવ્યા મુજબ એસટી વિભાગીય નિયામકની રૂબરૂમાં સાઇટ પર ચાલુ કામગીરીમાંથી મટીરીયલના સેમ્પલ લઈ ગવર્નમેન્ટ એપ્રુવલ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યું છે. ડિપ્લોમા ઇન પ્રેક્ટિકલ નર્સિંગ અભ્યાસ ક્રમ કથિત સરકારની કોઈ પણ પરવાનગી વિના આદિવાસી ભાઈ,બહેનો સાથે મસમોટી ફી ઉઘરાવી લૂંટવા બાબતની અરજી સંદર્ભે સરકાર માન્ય સંસ્થા ન હોય તો આવી સંસ્થાની આકસ્મિક તપાસણી કરી નોટિસ આપી બંધ કરાવવા કાર્યવાહી કરવા જણાવ્યું છે. ટીડીઓ જે.કે.આહીર, ના.મામલતદાર તેજલબેન રાઠોડ, પાણી પુરવઠા ઈજનેર ડી.બી.પટેલ, એપીએમસી સેક્રેટરી નિશાર શેખ સહિત અરજદાર ઉપસ્થિત રહ્યા હતા.ધરમપુર મામલતદાર કચેરીમાં મામલતદાર જી.જી.તડવીની અધ્યક્ષતામાં યોજાયેલા તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની 22 અરજીઓ પૈકી તમામનો હકારાત્મક નિકાલ કરાયો હતો.

અમલીકરણ કચેરી મામલતદાર કચેરીના રેશનકાર્ડની નામ દાખલ/કમી, ઉમેરો, સુધારો, નવા રેશનકાર્ડ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/ડોમિસાઈલ પ્રમાણપત્ર સહિતની રજુઆતોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. ધરમપુરના નગારીયાના ધીરજભાઈ રણછોડભાઈ પટેલની ત્રણ અરજીઓ પૈકી ધરમપુર એસટી ડેપોના નવા મકાન બનાવનારા કોન્ટ્રાકટર દ્વારા કથિત રીતે રેતી,કપચી અને ગ્રીટ જેવી વસ્તુઓ ધૂળ વાળી અને હલકી કક્ષાના વાપરવા અંગેની ડેપો મેનેજર બી એસટી ડેપો, ધરમપુરના પત્રથી જણાવ્યા મુજબ એસટી વિભાગીય નિયામકની રૂબરૂમાં સાઇટ પર ચાલુ કામગીરીમાંથી મટીરીયલના સેમ્પલ લઈ ગવર્નમેન્ટ એપ્રુવલ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યું છે. ડિપ્લોમા ઇન પ્રેક્ટિકલ નર્સિંગ અભ્યાસ ક્રમ કથિત સરકારની કોઈ પણ પરવાનગી વિના આદિવાસી ભાઈ,બહેનો સાથે મસમોટી ફી ઉઘરાવી લૂંટવા બાબતની અરજી સંદર્ભે સરકાર માન્ય સંસ્થા ન હોય તો આવી સંસ્થાની આકસ્મિક તપાસણી કરી નોટિસ આપી બંધ કરાવવા કાર્યવાહી કરવા જણાવ્યું છે. ટીડીઓ જે.કે.આહીર, ના.મામલતદાર તેજલબેન રાઠોડ, પાણી પુરવઠા ઈજનેર ડી.બી.પટેલ, એપીએમસી સેક્રેટરી નિશાર શેખ સહિત અરજદાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...