તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Dharampur
  • ધરમપુર|પ્રાંતઅધિકારી એમ.બી.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મામલતદાર જી.જી.તડવી, તા.પ્રા. શિ. અધિકારી કૌ

ધરમપુર|પ્રાંતઅધિકારી એમ.બી.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મામલતદાર જી.જી.તડવી, તા.પ્રા. શિ. અધિકારી કૌશરબેન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|પ્રાંતઅધિકારી એમ.બી.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મામલતદાર જી.જી.તડવી, તા.પ્રા. શિ. અધિકારી કૌશરબેન કસલી, વેપારી અગ્રણી અમિત ચોરેરા,પ્રદેશ આદિજાતિ મંત્રી ગણેશભાઈ બિરારીની ઉપસ્થિતિમાં સોમવારે માલનપાડા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળા સલામતી સપ્તાહના અભિયાન અંતર્ગત ધરમપુર તાલુકાની સપ્તાહ દરમ્યાન 20 શાળાઓમાં ડેમોસ્ટ્રેશનની સાથે 192 પ્રાથમિક શાળાઓમાં ટ્રેઇન્ડ શિક્ષકો દ્વારા આપત્તિ, જોખમ તેમજ શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના અંગેની સમજ આપશે. ધરમપુર ફાયર વિભાગના લાશ્કરો યોગેન્દ્રસિંહ સોલંકી,ગુલાબ માહલા, પ્રતીક સહિતની ટીમ દ્વારા ડેમોસ્ટ્રેશન કર્યું હતું. 108ની ટીમે પ્રાથમિક સારવાર અંગે સમજણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...