• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Dharampur
  • ધરમપુર| વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ધરમપુરમા આદિવાસી સમાજની પરંપરાગત વેશ

ધરમપુર| વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ધરમપુરમા આદિવાસી સમાજની પરંપરાગત વેશ

ધરમપુર| વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ધરમપુરમા આદિવાસી સમાજની પરંપરાગત વેશ પરિધાનમાં આદિવાસી વાજિંત્રો અને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
ધરમપુર| વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ધરમપુરમા આદિવાસી સમાજની પરંપરાગત વેશ
ધરમપુર| વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ધરમપુરમા આદિવાસી સમાજની પરંપરાગત વેશ પરિધાનમાં આદિવાસી વાજિંત્રો અને નૃત્યુના સથવારે હજારોની સંખ્યામાં નીકળેલી વિરાટ રેલીએ સમગ્ર નગરમાં એક અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસી એકતા પરિષદ, ધરમપુર દ્વારા આયોજિત રેલીમાં આદિવાસી વાજિંત્રો તુર, તારપા, કાહળી, ઢોલના તાલે આદિવાસી નૃત્ય સાથે આદિવાસી યુવાઓ, વડીલો સહીત મહિલાઓ મન મૂકી ઝૂમી ઉજવણી કરી હતી. આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલ, વિજયભાઈ અટારા, ડો.પિયુષ ધૂમ, જયેશ પટેલ સહિત ડો.ડી.સી.પટેલ, મહેન્દ્ર ચૌધરી, ડો.દિલીપ પટેલ, સુરેશ જોગારીની ઉપસ્થિતિમાં રેલીમાં આદિવાસી યુવાઓ દ્વારા પ્રસ્તુત ભીલ નૃત્યુએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.

X
ધરમપુર| વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ધરમપુરમા આદિવાસી સમાજની પરંપરાગત વેશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App