ધરમપુર નગરપાલિકાના કર્મચારીનો નિવૃત્તિ સમારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર |ધરમપુર નગર પાલિકાના નાગરિક સુવિધા વિભાગમાં છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા હરેશભાઇ જોશી નિવૃત થતા તેમને વિદાયમાન અપાઈ હતી. વયમર્યાદાને લઈ નિવૃત થયેલા ભુદેવ કર્મચારીને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિદાયમાન અપાઈ હતી. પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી,સીઓ જે.વી.પરમાર, ટીપી ચેરમેન પ્રણવ શિંદે, કારોબારી અધ્યક્ષ રમેશભાઈ અટારા, વિરોધ પક્ષના નેતા હિરેન ઉર્ફે સમિયો પટેલ સહિત સભ્યોએ હરેશભાઇ જોશીને શાલ ઓઢાડી સન્માનિત કરી આશીર્વાદ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...