• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Dharampur
  • ધામડોદ સાઈમંદિરે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ, 750 દર્દીને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ

ધામડોદ સાઈમંદિરે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ, 750 દર્દીને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના ધામડોદ ગામે આવેલા સાઈબાબાના મંદિરે સાઈ ઉપાસના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ધાર્મિક કાર્યક્રમની સાથે લોકોપયોગી સેવાકાર્યનું આયોજન કરાયું હતું. મંદિરના અધિષ્ઠાતા ધરમપુરના કથાકાર પંકજભાઈ વ્યાસની નિશ્રામાં વહેલી સવારે બાબાને કેસર દૂધનો અભિષેક, મહાયજ્ઞમાં સૂકામેવાની આહુતિ બાદ 108 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. સવારે 9 થી 5 સુધી આંખોની તપાસ અને ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો. જેમાં 750થી વધુ દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા. બપોરે ભક્તો માટે યોજાયેલા ભંડારામાં હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...