RR સેલે ધરમપુરમાંથી રૂપિયા એક લાખનો દારૂ ઝડપી પાડ્યો

ધરમપુર | પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત ઓપરેશન ગ્રુપ, પોલીસ મહાનિરીક્ષકની કચેરી, સુરત વિભાગ સુરત અને RR...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:25 AM
Dharampur - RR સેલે ધરમપુરમાંથી રૂપિયા એક લાખનો દારૂ ઝડપી પાડ્યો
ધરમપુર | પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત ઓપરેશન ગ્રુપ, પોલીસ મહાનિરીક્ષકની કચેરી, સુરત વિભાગ સુરત અને RR સેલની ટીમે બાતમીના આધારે કાનજી ફળીયા, બામટી રોડ પર સંયુક્ત રેડ કરી હતી. જ્યાં કારમાં લાવી ઉતરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાને અન્ય કાર નંબર GJ-21-3583માં ભરી અને બાઈક નંબર GJ-15-DA-8998માં સગેવગે કરવા જતા ઇસમો પોલીસને નિહાળી મુદ્દામાલ મૂકી નાશી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી અને કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી, ટીન બિયરના કુલ નંગ 2544 કિંમત રૂપિયા 1,02,480, કાર કિંમત રૂપિયા 30,000,બાઈક કિંમત રૂપિયા 20,000 અને મોબાઈલ રૂપિયા500 મળી કુલ રૂપિયા 1,52,980નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જીતુ ચંદુભાઈ ધોળી, જાંબુરી,ભિલાડ, ગુલાબ ઉર્ફે ચિનુ કેસવ પટેલ, બામણ પૂજા થાના, પારડી, નિલેશ દિનેશ રાઠોડ બામટી રોડ,કાનાજી ફળિયું, ધરમપુર, શ્યામ રડકાભાઈ પટેલ, બામટી રોડ, કાનાજી ફળિયું,ધરમપુર અને એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. જે અંગેની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે ઓપરેશ ગ્રુપ,સુરત વિભાગ સુરતના પીસી સંજયસિંહ બહાદુર સિંહે નોંધાવી છે.

X
Dharampur - RR સેલે ધરમપુરમાંથી રૂપિયા એક લાખનો દારૂ ઝડપી પાડ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App