તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટીકોસબાડી ગામે ઘરોને થયેલા નુકસાન અંગે સર્વે કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરના મોટી કોસબાડી ગામે ગત મંગળવારે સાંજે આવેલા ઝંઝાવાતી ચક્રવાતને લઈ ટીડીઓ જે.કે.આહીર, સર્કલ ઇન્સ્પેકટર અરવિંભાઈ પટેલ, તલાટી કાળુરામ ભાનસે સહિત સરપંચ દ્વારા નુકશાની અંદાજો માટે મોટી કોસબાડી, નાનીકોસબાડી અને પોંઢા જંગલ ગામે સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં મોટીકોસબાડી ગામે મુળગામ ફળિયામાં સુરેશભાઈ પાંડુભાઈ ભોયાનું કાચું મકાન જમીનદોસ્ત થતા રૂપિયા 51,000અને લક્ષ્મણભાઇ રંગુભાઈ જાદવના ઘરને અંશતઃ નુકશાન થતા રૂપિયા 14,500ના નુકશાની અંદાજ સર્વેમાં કરાયું હતું. જ્યારે અન્ય ઘરોને નજીકના ધરાશયી થયેલા વૃક્ષોને લઈ સામાન્ય નુકશાન થયું હોવાની માહિતી સર્કલઇન્સ્પેક્ટર પાસેથી પ્રાપ્ત થઈ છે. જોકે ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી ગુલાબ ભાઈ બરફે ચક્રવાતને કારણે અંબાકલમો, કાજુકલમો, ડાંગર, શાકભાજી સહિતના પાકોને થયેલા નુકશાનીના વળતર માટે તાકીદે સર્વે થવું જોઈએ એમ જણાવ્યું હતું. ચક્રાવાતના કારણે અનેક લોકોને અસર થઇ હતી. આ પરિવારોને સહાય મળે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...