ધરમપુરમાં દેશની 1.365 કિલોની સૌથી મોટી પથરી લિમ્કા બુકમાં

એક માત્ર દિવ્ય ભાસ્કરે આ જટિલ શસ્ત્રક્રિયા અંગે ગત વર્ષે વિસ્તૃત એહવાલ પ્રકાશિત કરી સંભાવના વ્યક્ત કરી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dharampur - ધરમપુરમાં દેશની 1.365 કિલોની સૌથી મોટી પથરી લિમ્કા બુકમાં
ધરમપુરના તબીબે દર્દીના યુરીનરી બ્લેડરમાંથી 1.365 કિલોની મસમોટી પથરી કુનેહપૂર્વક બહાર કાઢી મેળવેલી વિક્રમી સફળતાને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તબીબે મેળવેલી આ સિધ્ધીને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળવાની દિવ્ય ભાસ્કરે ગત તા.9 એપ્રિલ,2017 ના અંકમાં વ્યકત કરેલી સંભાવના સાચી સાબિત થઇ છે. બ્રાઝીલના એક તબીબે દર્દીના યુરીનરી બ્લેડરમાંથી 1.900 કિલોની પથરી કાઢયાનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ નોંધાયો છે. ધરમપુરના તબીબે હોસ્પિટલ ખાતે રવિવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરી હતી.

ધરમપુરની સર્પદશોના કેસોમાં સંજીવની સમી સાંઇનાથ હોસ્પિટલમાં ગત વર્ષ શહેરના રામવાડીના 45 વર્ષીય મહેશભાઇ રસીકભાઇ પટેલ યુરીનમાં અસહ્ય પીડા અને થતી બળતરાને લઇ પત્નિની સલાહથી એકસ-રે કઢાવી સીધા પહોંચ્યા હતા. જયાં તબીબ ર્ડા. ડી.સી.પટેલ એકસ-રે માં જોવા મળેલા સફેદ આકારને લઇ આવાક થયા હતા. ડો.ડી.સી.પટેલે તાત્કાલિક દર્દીની કરાવેલી સોનોગ્રાફીમાં મોટી પથરી હોવાના ...અનુસંધાન પાના નં. 2

અચરજ

સર્પદંશની સારવાર સાથે વધુ એક સફળતા મળી

સર્પદંશના કેસોમાં મહારથ હાંસલ એવા ડો. ડી.સી.પટેલે વર્ષ 2000થી 2018 દરમ્યાન સર્પદંશના કુલ 13377 દર્દીઓને સારવાર આપી છે. જે પૈકી માત્ર 112ના મૃત્યુ થયા છે. નહિવત મૃત્યુદરને લઈ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન માટે એપ્લાય કરવાની માહિતી તબીબે આપી છે.

ગીનીસ બુકમાં 1.9 કિલોની પથરીનો રેકોર્ડ છે

2003 માં બ્રાઝીલના એક દર્દીની પેશાબની કોથળીમાંથી 1.9 કિલો વજનની 17x9x12cm, 7x9x55 ઇંચની કાઢવામાં આવેલી પથરીને ગીનીસ બુકમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. જયારે ગુડગાંવમાં મલ્ટીપલ સ્ટોનમાં કઢાયેલી પથરી 1.220 કિ.ગ્રામ હતી અને સીંગલ લાર્જેસ્ટ સ્ટોન ભારતમાં 834 ગ્રામ છે. જે કાશ્મીરમાં કઢાઇ હતી.

આવા કેસમાં તકલીફ ઓછી પડે છે એ અચરજ

નાની પથરીમાં ઘણો દુખાવો થાય છે. પરંતુ આ કેસમાં તકલીફ નહીં પડી એ મહત્વની બાબત છે. ડો. ડી.સી. પટેલ, તબીબ શ્રી સાંઈનાથ સર્જીકલ એન્ડ મેટરનીટી હોસ્પિટલ, ધરમપુર

X
Dharampur - ધરમપુરમાં દેશની 1.365 કિલોની સૌથી મોટી પથરી લિમ્કા બુકમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App