ધરમપુર રાજપુરી તલાટમાં તણાઇ આવેલી મહિલાની લાશ ઓળખાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર| રાજપુરી તલાટ ગામે ઠાકર ફળીયા સ્મશાન ભૂમિ નજીક તાન નદીના કિનારે ગત બુધવારે નદીમાં તણાઈ આવેલી અજાણી મહિલાની લાશની ઓળખ થઈ છે. રાજપુરી તલાટ ગામના માજી સરપંચ દિલીપભાઈ પટેલે તેમના આજુબાજુના ગામના સરપંચના વોટ્સએપ ગ્રુપ હોવાથી જેમાં લાશના ફોટા સાથેનો મેસેજ ફરતો કરી ઓળખ માટે અનુરોધ કર્યો હતો. જેને લઈ ગ્રુપના સભ્ય ખાનપુર ગામના માજી સરપંચ જયેશભાઇની ગામની તપાસમાં આ મહિલા તેમના ગામની હોવાનું બહાર આવતા તેઓ ધરમપુર પોલીસ મથકે ખરાઈ કર્યા બાદ વાલી વારસને જશુબેનનો મૃતક દેહ સોપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...