તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુઓને કેન્સર, ગેંગ્રીનમાંથી ઉગારવાનું 13મું વર્ષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં બીમાર પશુઓને શ્રીમદ્દ રાજચંદ્ર મોબાઈલ વાન દ્વારા ઘરઆંગણે જઈ સારવાર આપવામાં આવી રહી છે. અબોલ પશુઓની આરોગ્ય સેવા, સંભાળ માટે કાર્યરત વેટરનરી વાન પશુઓ માટે આશીર્વાદરૂપ બની છે. અબોલ પશુઓ માટે મિશનના ચાલતા અનોખા સેવાયજ્ઞની મહેક પંથકમાં ફેલાઈ છે.

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક ગુરૂદેવ રાકેશભાઈની પ્રેરણાથી જીવમાત્રને શાતા પહોંચાડવાનો મહાસેવાયજ્ઞ છેલ્લા 13 વર્ષથી ચાલી રહ્યો છે. અબોલ પ્રાણીસેવાના અભિયાન અંતર્ગત બીમાર, ઇજાગ્રસ્ત પશુઓને ઘર આંગણે જઈ ડોક્ટર, સ્ટાફ, દવા અને ઉપકરણોથી સજજ વેટરનરી વાન ઘરઆંગણે તબીબી સેવા આપી રહી છે. આમ આ હોસ્પિટલની ટીમ છેલ્લા 13 વર્ષથી માનવતા મહકાવી રહી છે.

સફળતા|પશુઓને દર્દ મુક્ત કરવાના આ છે તાજેતરના કિસ્સાઓ
શીંગડાના કેન્સરની સારવાર
કપરાડાના દિવસી ગામે 6 મહિનાથી શીંગડાના કેન્સરથી અસહ્ય પીડાથી વેદના સહન કરતા બળદને શરૂઆતમાં એનેસ્થેસિયા આપી નહીં શકાય એવી હાલતને લઈ દવા, સારવાર અપાઈ હતી. હાલતમાં આવેલા થોડા સુધારા બાદ શસ્ત્રક્રિયા કરી કેન્સરગ્રસ્ત શીંગડું દૂર કરી પાંચ દિવસ તબીબી સુપરવિઝન હેઠળ રખાયો હતો. આજે સંપૂર્ણ સ્વસ્થ છે.

પૂંછડીના ગેંગ્રીનને સારું કરાયું
બારોલીયામાં બળદની ગેંગ્રીન થયેલી પૂંછડીને ઘરઆંગણે શસ્ત્રક્રિયા કરી દૂર કરાઈ હતી. 12 દિવસની તબીબી દેખરેખને અંતે આ બળદની આખરે નવજીવન મળ્યું હતું.

ગાયના ભાંગેલા પગની સારવાર
ધરમપુર-વલસાડ માર્ગ પર વાહનની અડફેટે ગાયના બન્ને પગ ભાંગી ગયા હતા. ટીમે શ્રીમદ્દ રાજચંદ્ર જીવમૈત્રી ધામમાં ગાયને લઈ જઈ સારવાર આપી હતી.

જીભની શસ્ત્રક્રિયા
જાતે જીભ કપાઇ જતા પીડા ભોગવી રહેલા અને ખોરાક લેવામાં અસમર્થ બળદની શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાણીસેવા ટીમના તબીબોએ જીભની ઉપર-નીચેની ચામડીને જોડી સફળ શસ્ત્રક્રિયા કરી પીડા મુક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...