તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરવલ શાળાના શિક્ષકોનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|વિરવલની ઉચ્ચતર માધ્યમિક શાળાના પૂર્વ ઇ.આચાર્ય અને મદદનીશ શિક્ષક હસમુખભાઈ ભોયા અને મદદનીશ શિક્ષક મહેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. શાળાના પ્રમુખ ગુલાબભાઈ પટેલ, શાળા સંચાલક મંડળ દ્વારા બન્ને શિક્ષકોને સન્માનપત્ર, પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. વિરવલ શાળા, આસુરાની એસ.વી.પટેલ શાળામાં 23 વર્ષ ફરજ બજાવી ચૂકેલા હસમુખભાઈ ભોયાને આસુરા શાળાના શિક્ષકો સમારોહમાં ઉપસ્થિત રહી શાલ ઓઢાડી સોનાની વીંટીની ભેટ આપી હતી. સમારોહમાં પૂર્વ સાંસદ કિશન પટેલ, ધારાસભ્ય જીતુ ચૌધરી, તા.પં. પ્રમુખ રમેશ પાડવી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...