તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદમાં ધરાશાયી 22 વીજપોલની કામગીરી શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી સોમવારે રાત્રી દરમ્યાન ગાજવીજ સાથે મન મૂકી વરસ્યા હતા. પંથકમાં પવન સાથે વરસાદને લઈ વિવિધ વિસ્તારોમાં 22 જેટલા ખેતીવાડી, હળવા દબાણ સહિત જ્યોતિગ્રામના વિજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. સાથે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા હતા.

નાનીકોસબાડી-પોંઢા જંગલ માર્ગના ધોવાણની સાથે રસ્તામાં તડ પડી હતી. બે કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા બફારાનો ત્રાસ લોકોએ સહન કરવાની નોબત આવી હતી. સમગ્ર રાત્રી દરમ્યાન 96 એમએમ જેટલો વરસાદ થયો હોવાના એહવાલ સાંપડ્યા છે. પંથકના વિવિધ ગામોમાં ધરાશાયી વિજપોલને રી-કન્સ્ટ્રક્શન માટે નાકાઈ વિજય માહલા, આઇ. સી.પટેલના માર્ગદર્શન હેઠળ વિજકંપનીની બે ડિવિઝનની ટીમોએ તાત્કાલિક ધસી જઈ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પોલ્સને સીધા કરી વીજપુરવઠો નિયમિત કર્યો હતો. જોકે ધામણી ગામે ધરાશાયી ત્રણ વિજપોલને સીધા કરવાની ચાલી રહેલો કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ કરવાની માહિતી વીજ કંપનીએ આપી હતી. રાત્રી દરમ્યાન તીસ્કરી જતા માર્ગ પર આવેલા માલનપાડા, બાવરી ફળિયામાં ટાઉન ફીડરની લાઇન પર ધરાશાયી થયેલા વૃક્ષને લઈ વાયર તૂટી જતા નગરમાં પાણી પુરવઠો બંધ રહેતા નગરજનોને હાલાકી પડી હતી.

ધરમપુર ડિવિઝન-1માં 10 વીજપોલ તૂટતા અંધકાર
રાત્રી દરમ્યાન માલનપાડા, બાવરી ફળીયા વૃક્ષ ધરાશાયી થતા 1 વિજપોલ, માકડબન, 2 વિજપોલ, ખારવેલમાં 1 વિજપોલ જ્યારે મંગળવારે દિવસના શેરીમાળ ગામે ખારવેલ જ્યોતિગ્રામ ફીડરની લાઇનના 3 વિજપોલ, ધામણી ગામે 3 વિજપોલ મળી કુલ 10 વિજપોલ ધરાશાયી થયા હતા. જે પૈકી ધામણી ગામે કામગીરી ચાલી રહી હતી.

બોપી સબ ડિવિઝનમાં 12 વીજપોલ ધરાશાયી
રાત્રીના કાકડકુવા-1, વાંકલ-2, મોટી ઢોલડુંગરી-3, નડગધરી-2, રાજપુરી તલાટ-2 મંગળવારે દિવસના નાની ઢોલડુંગરી-1, ભાંભા-1, મળી ધરાશાયી થયેલા કુલ 12 વિજપોલને સીધા કરી વીજપુરવઠો શરૂ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...