તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Dharampur
  • ધરમપુર|શ્રીવનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ધરમપુરના હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડૉ.પી.સી.મલેક અને

ધરમપુર|શ્રીવનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ધરમપુરના હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડૉ.પી.સી.મલેક અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|શ્રીવનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ધરમપુરના હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડૉ.પી.સી.મલેક અને ગ્રંથપાલ શ્રી સનત ભટ્ટના વિદાય સન્માન પ્રસંગે શ્રી એમ.એસ.વી.એસ કેળવણી મંડળ,ધરમપુરના કેમ્પસ ડાયરેક્ટર દિનેશસિંહ દોડિયાએ સમાંરભના પ્રમુખ સ્થાનેથી વિદાય થઇ રહેલા કર્મચારીઓના જ્ઞાન અને અનુભવનો લાભનું વર્તમાન તથા ભાવિ કર્મચારીઓ સાથે આદાન પ્રદાન થવું જોઈએ એમ જણાવ્યું હતું. સમારંભના અતિથી વિશેષ તરીકે પધારેલ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી કોલેજના કેમ્પસ ડાયરેક્ટર પ્રિ.યોગેશકુમાર ભટ્ટે જણાવ્યું હતું કર્મચારીઓની નિષ્ઠા એજ તેની પ્રતિષ્ઠા છે. હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.યુ.એલ પટેલે અધ્યાપકની સંશોધનાત્મક તથા ગ્રંથપાલની ગ્રંથાલયની કામગીરી બિરદાવી હતી.પ્રા.એ.જે.પટેલ. ડૉ.એન.એમ.વેગડા તથા ડૉ.સી.એન.નાયકે કર્મચારીઓના કાર્યની સરાહના કરી હતી. કોલેજના આચાર્ય ડૉ.વી.ડી.પટેલે મહેમાનોના આવકાર સાથે વિદાય થતા કર્મચારીઓના કાર્યોની ઝલક રજૂ કરી હતી. કોલેજ સ્ટાફે સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પથી સ્વાગત કર્યું હતું. કેળવણી મંડળના ટ્રસ્ટી મંડળે વિદાય થઇ રહેલા કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું. કોલેજના શૈક્ષિણક તથા વહીવટી સ્ટાફે સ્મૃતિભેટ અર્પણ કરી હતી. ડૉ.પી.સી.મલેકે જણાવ્યું હતું.કે કોલેજમાં મિત્રોનો સુંદર સહયોગ મળ્યો હતો. જેનો હું ઋણસ્વીકાર કરું છુ સનત ભટ્ટે કોલેજ આવીને કર્મચારીઓની પાંચ પેઢી સાથે જીવંત સંબધ બંધાયાની સદભાગ્ય સપડ્યાના આનંદ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...