તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિજાતિ ખેડૂતો ઓછા ખર્ચ સામે વધુ ઉત્પાદન મેળવી શકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની અને એનાર્ડે ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત \\\"પર ડ્રોપ મોર ક્રોપ\\\" સૂક્ષ્મ સિંચાઈ યોજના અભિયાન અંગે આદિજાતિ ખેડૂતોમાં જાગૃતિ અને લાભના આશય માટે નાનાપોંઢામાં યોજાયેલા કાર્યક્રમમાં ઓછા પાણીએ વધુ ખેત ઉત્પાદન અંગે વિસ્તૃત માર્ગદર્શન જીજીઆરસી, વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડો.આશુતોષ વડાવલેએ આપ્યું હતું.

સાઉથ ગુજરાતના અધિકારી તુષાર એમ. મોરડીયા, એનાર્ડે ફાઉન્ડેશનના ચેતનસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં પાણી, ઉર્જા, મજૂરી સહિતની બચત અને લાંબા સમય સુધી વધુ ઉત્પાદન આ પદ્ધતિથી મળી શકેની માહિતી આપવામા આવી હતી. વધુમાં ઉનાળામાં ઉભી થતી પાણીની અછતને લઈ ખેતી કરવામાં અસમર્થ ખેડૂતો આ પદ્ધતિ અપનાવી સારું ખેત ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર થઈ શકે છે.એમ જણાવી આ સબસીડી ધરાવતી પદ્ધતિનો લાભ લઇ ખેતઉત્પાદન વધારવા અધિકારીઓ દ્વારા અનુરોધ કરાયો હતો. આ પૂર્વે ધરમપુરના ધામણી, ખાંડા ગામે ગુરુવારે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 150થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી સ્થળ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

\\\"પર ડ્રોપ મોર ક્રોપ\\\" સૂક્ષ્મ સિંચાઈ યોજના અભિયાન અંગે આદિજાતિ ખેડૂતોમાં જાગૃતિ લાવી રહેલા તજજ્ઞ.

પાણીની બચત સાથે ઊર્જાનો ખર્ચ પણ ઓછો
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના પર ડ્રોપ મોર ક્રોપ ઘટક યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ધરમપુર, કપરાડાના ખેડૂતો માટે ત્રણ જુદાજુદા ગામોમાં માર્ગદર્શન બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સૂક્ષ્મ સિંચાઈ યોજના (દ્વિપ ઇરીગેશન, ટપક પદ્ધતિ) અને ફુવારા પદ્ધતિ (સ્પ્રીંકલર ઇરીગેશન) વિશે માર્ગદર્શન આપ્યું છે. જેમાં પાણીની બચત સાથે ખેતી અને ઉર્જાનો ખર્ચ ઓછો થાય છે. અને લાંબા સમય સુધીવધુ ઉત્પાદન મળે છે. આમ એક રીતે ખેતીમાં સમૃદ્ધિ લાવી શકાય છે. ડો. આશુતોષ વી.વડાવલે, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, જીજીઆરસી, વડોદરા

સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે વિશેષ ઝુંબેશ
સરકારની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટેની સરકારી સહાયનો લાભ આદિજાતિ વિસ્તારના ખેડૂતોને મળે એના માટે સરકારની જીજીઆરસી દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2005થી અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં 17 લાખ હેકટરથી વધુ ( 42 હજારથી વધુ એકર) જેટલો વિસ્તાર આ જીજીઆરસી દ્વારા પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે. આદિજાતિ ખેડૂતો માટે 85 ટકા સહાય આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...