બાગાયત પાકોમાં મુલ્ય વર્ધન પ્રોડક્ટ મેળવવા અનુરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડીયા ઉજવણીના ભાગ રૂપે ડેડીયાપાડા ખાતે મહિલા ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજીત સંમેલનમાં ભરૂચ ICARસેંટરના ડો.અનિલ ચિંચમલાટ્પુરે, ખેતીવાડી અધિકારી ડો.નિલેશ ભટ્ટ , નાયબ બાગાયત નિયામક ડો.સ્મિતા પિલ્લાઇ,પશુ ચિકિત્સક ડો. જે. બી. વસાવા,કે.વી.કે.ના ડો.એ.ડી.રાજ તથા મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી.ડો.અનિલ ચિંચમલાટ્પુરે જણાવ્યું હતું કે, ખેતીમાં મહિલાઓનું યોગદાન મહત્વનું રહેલું છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ મર્યાદિત કરી સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો,અળસીયાનુ ખાતર ઘરમાંજ તૈયાર કરી તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ખેતીવાડી અધિકારી ડો.નિલેશ ભટ્ટે જણાવેલ કે ખેતીની સાથેસાથે પશુપાલનનો વ્યવસાય કરવો જોઇએ.નાયબ બાગાયત નિયામક ડો.સ્મિતા પિલ્લાઇએ ઉપસ્થિત મહિલાઓને બાગાયત પાકોમાં મુલ્ય વર્ધન પ્રોડ્ક્ટ કરી વધુ આવક મેળવવા તથા નર્સરી બનાવી ઘર બેઠા રોજગારી મેળવવા માટે અનુરોધ કર્યો હતો.

મહિલા સશકિતકરણના ભાગરૂપે મહિલા ખેડૂત સંમેલન યોજાયું હતું. - મનીષ પટેલ

અન્ય સમાચારો પણ છે...