જલાલપોર તાલુકાના ઐતિહાસિક મટવાડ ગામ ખાતે શહીદદિનની ઉજવણી ગુજરાત

જલાલપોર તાલુકાના ઐતિહાસિક મટવાડ ગામ ખાતે શહીદદિનની ઉજવણી ગુજરાત વિધાનસભાના દંડક અને જલાલપોરના ધારાસભ્ય...

DivyaBhaskar News Network | Updated - Aug 24, 2014, 12:35 PM
જલાલપોર તાલુકાના ઐતિહાસિક મટવાડ ગામ ખાતે શહીદદિનની ઉજવણી ગુજરાત
જલાલપોર તાલુકાના ઐતિહાસિક મટવાડ ગામ ખાતે શહીદદિનની ઉજવણી ગુજરાત વિધાનસભાના દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલની ઉપસ્થિતિમાં શહીદ સ્મારકના પટાંગણમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે કાંઠા વિસ્તારના ગામોના ગાંધીવાદીઓ, સરપંચો, શાળાના બાળકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રાા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક આર.સી.પટેલે ૪૨ની આઝાદીની લડતમાં કાંઠા વિસ્તારના લોકોની ખુમારી અંંગેની તથા કાંઠાના લોકોએ આઝાદીની ચળવળમાં ભજવેલી ભૂમિકા અંંગેની પ્રેરણારૂપ વાતો કરી હતી. તેમણે શહીદ થયેલા ત્રણ વીરોને શ્રઘ્ધાંજલિ આપતા જણાવ્યું કે આઝાદીની આ લડતને આજે ૭૨ વર્ષ બાદ પણ શહીદદિનની ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા યાદ કરવામાં આવે છે એ બાબત લડતમાં શહાદત વહોરનાર શહીદવીરોને સાચી શ્રઘ્ધાંજલિ છે. ગુજરાત વિધાપીઠના સમાજ વૈજ્ઞાનિક ડા".કાળુભાઇ ડાંગરે દર વર્ષે ૨૨ મી ઓગસ્ટે યોજાતા આ કાર્યક્રમ અંંગે જણાવ્યું કે ગુજરાતમાં એવુ કહેવાય છે કે દિ ાણ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કર્યા વગરનો ઇતિહાસ અધૂરો કહેવાય છે. આ ભૂમિ સ્વાતંત્ર્ય સૈનિકોની ભૂમિ છે. આ વાત આવતી પેઢી સુધી પહોંચે તે માટે આ પ્રકારના કાર્યક્રમો જરૂરી બને છે. વધુમાં તેમણે જણાવ્યું કે ભુતકાળના ઇતિહાસને યાદ કરી લોકોએ વર્તમાનકાળના સમય અનુસાર બદલાતા રહેવું જોઇએ. આ પ્રસંગે છાપરાના ગાંધીવાદી રણજીતકાકા, જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી અઘ્ય ા અરવિંદભાઇ પટેલ, દાંડીના સરપંચ પરિમલ પટેલે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મટવાડના સ્વાતંત્ર્યસેનાની અને ૪૨ની લડતના હયાત સા ાી એવા ૯પ વર્ષિય ગોસાંઇભાઇ પટેલે આઝાદીની લડતના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે દંડક આર.સી.પટેલે શહીદોના પરિવારજનોનું શાલ ઓઢાડી અભિવાદન કર્યુ હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં મટવાડ પ્રાથમિક શાળાના બાળકોએ શહીદ તારૂ સ્મારક રચાયુ આ ભોમમાં ગીત રજુ કર્યુ હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મટવાડ ગામના સરપંચ જયંતિભાઇ રાઠોડે કર્યુ હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત જલાલપોરના સભ્ય આટના કૌશિક પટેલ તથા કોથમડી ગામના સરપંચ રાકેશભાઇ સહિત કાંઠાના અનેક આગેવાનો, ગ્રામજનો હાજર રાા હતા. કાર્યક્રમને અંંતે આભારવિધિ મટવાડ ગામના આગેવાન પી.ડી.પટેલે કરી હતી.અંંતમાં ઉપસ્થિત સૌએ શહીદ સ્માક આગળ પુષ્પો અર્પણ કરી શહીદોને શ્રઘ્ધાંજલિ આપી હતી.
આઝાદીની ખુમારી
જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં ૨૨ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ આઝાદીની લડત

X
જલાલપોર તાલુકાના ઐતિહાસિક મટવાડ ગામ ખાતે શહીદદિનની ઉજવણી ગુજરાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App