મટવાડ ગામની ગ્રામસભામાં મામલતદારની ગેરહાજરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના મટવાડ ગામ ખાતે બુધવારના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામસભાના અધિકારી તરીકે મામલતદાર હાજર રહેવાના હતા. પરંતુ કોઇક કારણસર મામલતદાર સભામાં ગેરહાજર રહેતા ગ્રામજનોએ અધિકારીની હાજરી વિના ગ્રામસભા યોજી હતી અને અધિકારીની ગેરહાજરીની નોંધ લીધી હતી.

મટવાડ ગામ ખાતે સરકારના પરિપત્ર મુજબ બુધવારે સવારે 11.00 કલાકે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગ્રામસભાના અધિકારી તરીકે મામલતદાર હાજરી આપવાના હતા. જેના કારણે ગ્રામજનો પણ જૂના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા મોટી સંખ્યામાં હાજર રહયા હતા. જો કે મામલતદારની રાહ જોયા બાદ આવતા ગ્રામજનોએ અધિકારીની હાજરી વગર પણ ગ્રામસભા યોજવાનો નિર્ણય કરી અગત્યના ઠરાવો કર્યા હતા.

મટવાડ ગામ ખાતે છેલ્લા ઘણાં સમયથી ગામના પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવતા અને અગાઉની ગ્રામસભામાં નકકી થયેલા કામો થતાં ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવતો હતો.

ગ્રામજનોની માંગ હતી કે ગ્રામસભામાં નકકી થતાં કામો કરવામાં આવતાં હતા.અગાઉની ગ્રામસભામાં આવતા અધિકારીઓ બીજી ગ્રામસભામાં આવતા હોય જેના કારણે નવા આવતા અધિકારીને અગાઉની ગ્રામસભાના કામો બાબતે પુછવામાં આવતા તેઓ અગાઉની ગ્રામસભામાં નકકી થયેલા કામો કયા કારણોસર થયાં તેની અમારી પાસે કોઇ માહિતી હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેતા હતા.

આમ દરેક ગ્રામસભામાં અલગ અલગ અધિકારીઓ આવતા હોવાથી તેઓ અગાઉની ગ્રામસભામાં હાજર હતા તેવા કારણો ગ્રામજનો સમક્ષ ધરી હાથ ઊંચા કરી જતા હતા.જેના પગલે ગ્રામજનોએ પણ અગાઉની ગ્રામસભામાં નકકી થયેલા કામો જયાં સુધી થાય ત્યાં સુધી ગ્રામસભાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.

જો કે બુધવારની મામલતદાર હાજર રહેવાના હોય ગ્રામજનો પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરવાના મૂડમાં ગ્રામસભા કરવા મંજૂર થયા હતા.પરંતુ ગ્રામસભામાં મામલતદાર પણ ગેર હાજર રહેતા ગ્રામજનોમાં નિરાશા વ્યાપી હતી.જો કે ગ્રામજનોએ અધિકારીની હાજરી વિના પણ ગ્રામસભા યોજીને ગામના હિતમાં અગત્યના ઠરાવો કર્યા હતા.

ગ્રામસભામાં અધિકારી બદલાતા જવાબ આપી શકતા નથી

અધિકારી વિના ગ્રામજનોએ સભા પૂર્ણ કરી ઠરાવ કર્યા

અન્ય સમાચારો પણ છે...