• Gujarati News
  • લોકો સંગઠિત બની સ્વમાનભેર જીવી શકે

લોકો સંગઠિત બની સ્વમાનભેર જીવી શકે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકો સંગઠિત બની સ્વમાનભેર જીવી શકે

ભાગીદારી

ગાંધી મેમોરિયલ પ્રોજેકટ અંતર્ગત સ્વસહાય જૂથ ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ

ક્ષમતાવર્ધન તાલીમમાં સુલતાનપુર ગામના બે જૂથોના 30 જેટલા સભ્યો સહભાગી થયા

ભાસ્કર ન્યૂઝ. દાંડી રોડ

ઐતિહાસિકદાંડી આજુબાજુના કુલ 6 ગામોમાં વિશ્વબેંક પુરસ્કૃત ગાંધી મેમોરિયલ પ્રોજેકટની કામગીરી થઈ રહેલ છે. પ્રોજેકટમાં મહિલાઓની સક્રિય ભાગીદારી તેમજ આર્થિક ઉપાર્જન માટે સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે. જેનું જોડાણ સરકારના મિશન મંગલમ યોજના સાથે પણ કરવામાં આવેલ છે. પ્રોજેકટમાં ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધી મૂલ્યો પ્રમાણે ગ્રામવિકાસ અને પર્યાવરણીય પ્રવૃત્તિઓના અમલીકરણમાં સહયોગી સંસ્થાઓ છે. ગુજરાત વિદ્યાપીઠની મુખ્ય ભૂમિકા ક્ષમતાવર્ધનની છે. જેના ભાગરૂપે સુલતાનપુર ગામના બે જૂથના સભ્યોની બે દિવસની તાલીમ કરવામાં આવી હતી.

તાલીમનું ઉદઘાટન જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એસ.એલ.નિનામાએ દીપ પ્રાગટ્ય કરીને પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજે સમાજમાં ગાંધીમૂલ્યો અને પર્યાવરણ બંનેની આવશ્યકતા છે. સમાજમાં મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો પૈકી સફાઈ અને દારૂબંધી જેવા કાર્યોમાં મહિલા જૂથોએ સહભાગી થવા ભાર મૂક્યો હતો.મુખ્ય તાલીમકર્તા ગુજરાત વિદ્યાપીઠના સમાજ વૈજ્ઞાનિક ડો. કાળુભાઈ ડાંગરે જણાવ્યું હતું કે ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને તક મળવાને લીધે વિકાસથી વંચિત છે. પુરૂષપ્રધાન સમાજના કારણે મહિલાઓના નામે મિલકતનું પ્રમાણ નહીંવત છે.

અનુભવે જણાયું છે કે સરખા સ્તરના લોકો સંગઠિત બનીને બચત, ધિરાણ અને આર્થિક પ્રવૃત્તિઓ કરે તો અન્યાય, શોષણ અને અત્યાચારની જિંદગીમાંથી સ્વમાનભેર માનવીય જીવન જીવવાનો વિકલ્પ જૂથ પ્રક્રિયા દ્વારા થઈ શકે છે. તાલીમમાં વ્યક્તિત્વ વિકાસ, પ્રોજેકટની પ્રાથમિક જાણકારી, જૂથનો અર્થ, હેતુઓ, નિયમો, મિટિંગ, બચત, ધિરાણ, કાર્યમાં શૌચાલય, સફાઈ, નેતૃત્વ, હિસાબો, અન્ય સંસ્થાઓ સાથે જોડાણ અને આદર્શ જૂથ બાબતે ગીતો, રમત, વાર્તા અને પ્રેઝન્ટેશન દ્વારા સહભાગી તાલીમ કરવામાં આવી.

તાલીમમાં સુલતાનપુર ગામના બે જૂથોના 30 જેટલા સભ્યો સહભાગી થયા. તાલીમ વ્યવસ્થા તથા સંકલન ગુજરાત ઈકોલોજી કમિશનના સંજયભાઈ બારીયા તેમજ સમાજ વૈજ્ઞાનિક સોમ્યા પ્રકાશભાઈએ તાલીમની મુલાકાત લીધી હતી. તાલીમ પ્રતિભાવોમાં તાલીમાર્થીઓએ નવુ જાણવા, શીખવાનો સંતોષ વ્યક્ત કરી અમલમાં મુકવાની