અકસ્માત બાદ ઇજાગ્રસ્તને વળતર ચૂકવાતા ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરથાણગામનજીક દાંડી રોડ પર મોટરસાયકલ અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા થતા અકસ્માતની ઘટનામાં પોલીસ ફરિયાદ કરવાની વાતે ટેમ્પો ચાલક દ્વારા અકસ્માતમાં સારવારનો તમામ ખર્ચ આપવાનું કબુલ્યુ હતું. સારવાર બાદ કબૂલાત કર્યા મુજબનો ખર્ચ આપી અકસ્માતનો ભોગ બનનાર યુવકના પિતાને ધમકી આપવાની વાતે પોલીસ ફરિયાદ નોંધાય છે.

વિગતવારની માહિતી મુજબ ગત તારીખ 8-5-2016 ના રોજ દીપ મુકેશભાઈ પટેલ (રહે નરથાણ પટેલ ફળિયું તા- ઓલપાડ) પોતાની મોટર સાયકલ નંબર (જીજે-5-કેએફ-0007) પર કુંકણી ગમે તેના પિતા મુકેશભાઈને લેવા માટે જતો હતો. ત્યારે સુરત દાંડી રોડ તાપ્તીવેલી સ્કૂલની સામે રોડ પરથી પ્રસાર થતો સુરત તરફથી આવતા ટેમ્પો નંબર (જીજે-05- એન-8542) નો ચાલક વિમલ રમેશભાઈ પટેલ (રહે સેલુત ગામ તા-ઓલપાડ)નાએ સામેથી ટક્કરમારી મોટર સાયકલને અડફટે લઈ અકસ્માત કરતા દીપને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સ્થરે પહોંચેલા મુકેશભાઈએ દીપને સરવારમાટે સુરતની ખાનગી હોસ્પિટલમા લઈ ગયેલા ત્યારે બાદ ટેમ્પો ચાલકના પિતા રમેશભાઈ પણ હોસ્પિટલ પર પહોંચી દીપને અકસ્માતમાં થયેલી ઈજાનો તમામ સારવાર ખર્ચ આપવાનું કબૂલી પોલીસ ફરિયાદ કરવા કહેલ. જેથી દીપના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરેલ નહીં જ્યારે સારવાર દરમિયાન 3 લાખનો ખર્ચ થતા દીપના પરિવારજનોએ ટેમ્પો ચાલક વિમલના પરિવારજનો પાસે સારવારનો કબૂલાત કરેલ તે મુજબનો ખર્ચની માંગણી કરતા ખર્ચ આપવાની કબૂલાત કરનાર રમેશભાઈએ સારવારના રૂપિયા આપવાને બદલે ધમીકી આપતા અંતે અકસ્માતનો ભોગ બનનાર દીપના પિતાએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિમલ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ટેમ્પોચાલકે સારવારનો તમામ ખર્ચ આપવા જણાવ્યું હતુ

સારવારનો રૂ. ત્રણ લાખનો ખર્ચ આપી ધમકી આપવામાં આવી

અન્ય સમાચારો પણ છે...