કેન્દ્રીય તાલીમમાં 20 મહિલાઓએ ભાગ લીધો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી ખાતે 4 દિવસીય કેન્દ્રીય તાલીમ યોજાઈ હતી. મોહનપુર ગામની પ્રગતિશીલ અને ઉત્સાહી 20...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
કેન્દ્રીય તાલીમમાં 20 મહિલાઓએ ભાગ લીધો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી ખાતે 4 દિવસીય કેન્દ્રીય તાલીમ યોજાઈ હતી. મોહનપુર ગામની પ્રગતિશીલ અને ઉત્સાહી 20 મહિલાઓએ તાલીમમાં ભાગ લીધો હતો.

તાલીમની શરૂઆત કેન્દ્રના વડા ડો.સી.કે.ટીમ્બડીયાએ મહિલાઓને તાલીમની મહત્તા જણાવીને કરી હતી. તાલીમમાં દરરોજ સવારે પ્રાર્થના અને ધ્યાન કરી શરૂઆત કરવામાં આવી હતી. ગૃહવિજ્ઞાનના વૈજ્ઞાનિક દિપલબેન સોનીએ 4 દિવસમાં પોષણ અને આહાર તેમજ મૂલ્યવર્ધન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ તાલીમનો વિષય પપૈયામાં મૂલ્યવર્ધન હતું. જેમાં પપૈયાનું મહત્ત્વ તેમાંથી મળતા પોષકતત્વો અને વિવિધ વાનગીઓ જેવી કે પપૈયાની ટુટી-ફ્રુટી, જામ, સ્કવોશ, અથાણું, સંભારો, કેન્ડી, મિલ્ક શેઈકની માહિતી આપી હતી. વધુમાં મહિલાઓને પપૈયામાંથી ટુટી-ફ્રુટી અને જામ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપી હતી.

આ સિઝનમાં મળતા જાસુદના ફુલમાંથી શરબત બનાવતા શીખવવામાં આવ્યું હતું અને જાસુદના ફુલનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન મહિલાઓને નવસારી યુનિવર્સિટીમાં આવેલા વિવિધ વિભાગો જેવા કે બનાના પ્રોસેસિંગ યુનિટ, પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગ, બાયોફર્ટીલાઇઝર વિભાગ, શેરડી સંશોધન કેન્દ્ર વગેરેની મુલાકાત કરાવવામાં આવી હતી. તાલીમને અંતે મહિલાઓને ચોકલેટ બનાવતા શીખવવામાં આવ્યુ હતું.

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કેન્દ્રીય તાલીમ યોજાઈ હતી.

X
કેન્દ્રીય તાલીમમાં 20 મહિલાઓએ ભાગ લીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App