• Gujarati News
  • માછીમારોને વતન લાવવા ખાસ રેલ્વે કોચ

માછીમારોને વતન લાવવા ખાસ રેલ્વે કોચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિની સાથે જ પાકિસ્તાને પોતાની જેલમાંથી બંધનમુકત કરેલા ૧૫૧ ગુજરાતી માછીમારોને વતન લઇ આવવા માટે રાજય સરકાર દ્વારા વિશેષ રેલ્વે કોચની વ્યવસ્થા કરી છે. માછીમારોને પરત લાવવા માટે મત્સ્યોધોગ વિભાગના ઉરચ અધિકારીઓની ટીમ પંજાબના વાઘા બોર્ડર મોકલવામાં આવી છે. આ ટીમ માછીમારો સાથે ગુરુવારે વેરાવળ આવશે. પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા ૧૫૧ માછીમારોમાં જૂનાગઢ જિલ્લાના ૯૨, વલસાડના ૧૦, જામનગરના ૫, નવસારીના ૧ અને જીવદમણ વિસ્તારના ૨૬, ગુજરાતમાં ફિશિંગ બોટ પર કામ કરતા મહારાષ્ટ્રના ૧૧, યુપીના ૫ અને પિશ્ચમ બંગાળના એક માછીમારનો સમાવેશ થાય છે.