તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ સલવાવમાં વસંતોત્સવની તૈયારી

શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ સલવાવમાં વસંતોત્સવની તૈયારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી |શ્રીસ્વામિનારાયણ વિદ્યાધામ, સલવાવ (વાપી)માં 23 અને 24 જાન્યુઆરીએ વસંતોત્સવની ઉજવણી થશે. પ્રથમ દિવસના ઉત્સવનું પ્રમુખપદે ગાંધીવાદી ગફુરભાઇ બિલખીયા હાજર રહેશેે. જયારે અતિથિ વિશેષ પદેે સાંસદ ડો. કે.સી.પટેલ, દમણના સાંસદ લાલુભાઇ પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જયારે બીજે દિવસે કલેકટર ડો. વિક્રાંત પાન્ડે ખાસ ઉપસ્થિત રહેશે.શોભાવશે. અતિથિ વિશેષપદે વાપી પાલિકા પ્રમુખ હાર્દિકભાઇ શાહ, પૂ.સંત સ્વામી વલ્લભદાસજી (કંડારી) ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વસંતપંચમી એટલે મા સરસ્વતીનો જન્મ દિવસ ઉપરાંત સંસ્થાના સ્થાપક પૂ.પૂરાણી સ્વામીનો પણ જન્મદિવસ હોય, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી, પૂ.કપીલસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રસંગે સંસ્થાના પ્રાથમિક માધ્યમિક તથા ઉ.માધ્યમિક ઉપરાંત ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ સુંદર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. ઉપરાંત મહાનુભાવોનું સન્માન પણ થશે તેજસ્વી તારલાને પણ સન્માન થશે.